બ્રિટનનાં ત્રીજા મહિલા વડાં પ્રધાન, લિઝ ટ્રસ, લંડનની 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં સૌથી ઓછા સમય માટે રહ્યા પછી અને બ્રેક્ઝિટ અંતર્ગત ઇન્ડિયા-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કર્યા વગર સત્તામાંથી બહાર થઇ ગયા છે.
ટ્રસ, જેમણે આગલા દિવસ સુધી સંસદમાં એવો આગ્રહ રાખ્યો હતો કે તે “લડાયક છે અને પદ છોડનાર નથી”, તેમણે સત્તા સંભાળ્યાના છ અઠવાડિયામાં કેટલીક નીતિઓ ફેરવી તોળતા અને તેમની સામે ખુલ્લો બળવો થતાં તેઓ નિસહાય બની ગયા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીમાં પણ તેમના નેતૃત્ત્વના મુદ્દે વિભાજન થઇ ગયું હતું.
ટ્રસે તેમનાં વિદેશ અને વેપાર પ્રધાન તરીકેના કાર્યકાળમાં ભારત સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધોની હિમાયત કરી હતી, તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની હરિફાઇમાં ભારતીય મૂળના ભૂતપૂર્વ ચાન્સેલર રિશિ સુનકને હરાવ્યા પછી ગયા સપ્ટેમ્બરમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સત્તા સંભાળી હતી.
47-વર્ષીય મહિલા વડાં પ્રધાને દેશમાં વધતી જતી મોંઘવારીના મુદ્દે અનેક ગંભીર પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જે તેમનાં મહિલા પુરોગામી માર્ગોરેટ થેચર અને થેરેસા મે દ્વારા સત્તા દરમિયાન સામનો કરવામાં આવેલી કોઈપણ સમસ્યાઓ કરતા વધુ પડકારજનક હતી.
તેમને પક્ષમાં મતભેદો સાથે પણ લડવું પડ્યું, જેમાં તેમને તાજેતરમાં ચૂંટાયેલા ટોરી પક્ષના નેતાઓ કરતાં 57થી 43 ટકાના ઓછી સરસાઇથી જીત અપાવી હતી.
ભારતની બાબતે, આ ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી કે જેમણે ગત વર્ષે મે મહિનામાં બોરિસ જોન્સનની આગેવાની હેઠળની સરકારમાં ભારત-યુકે એન્હાન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપ (ETP) પર હસ્તાક્ષર કર્યા હતા, તેઓ વર્ષ-અંતની સમયમર્યાદા તરફ આગળ વધી રહેલી FTA ચર્ચાને આગળ વધારવા માટે કટિબદ્ધ હતા, જે યુકે માટે બ્રેક્ઝિટ પછીની મુખ્ય સફળતા હતી. તેમણે આ મુદ્દે ભારતને મોટી અને મહાન તક તરીકે વર્ણવ્યું હતું અને તેઓ માને છે કે યુકે અને ભારતના વેપાર ક્ષેત્રે એક મહત્ત્વની સ્થિતિ નિર્માણ પામી રહી છે.

LEAVE A REPLY

1 × 2 =