4 found guilty of killing 18-year-old in Leicester
પ્રતિક તસવીર

લેસ્ટર શહેરમાં ખાસ કરીને હિન્દુ મહિલાઓને નિશાન બનાવીને મંગલસુત્ર અને સોનાની ચેઇનો આંચકી લેવાના બનાવ સંદર્ભે પોલીસે અને શ્રી લોહાણા મહાજન લેસ્ટરે લોકોને સોનાના દાગીના પહેરીને બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા વિનંતી કરી છે.

પોલીસે લોકોને અપીલ કરી હતી કે બહાર નીકળતી વખતે ઘરેણાંને ઢાંકી દેવા, ઘરેણાં ઘરે જ રાખવા, સુરક્ષિત રીતે લઈ જવા, જે તે સ્થળે-મિત્ર કે સંબંધીના ઘરે કે જે તે મકાનની અંદર જ પહેરવા, અથવા સમજદારીપૂર્વક પહેરવા અથવા જાહેરમાં ન પહેરવા.

શ્રી લોહાણા મહાજન લેસ્ટરે એક ઇમેઇલ અને સોસ્યલ મિડીયા દ્વારા પોતાના સભ્યોને બહાર જતી વખતે ઘરેણાં ઘરમાં જ રાખવા, કોઈ ઇન્ડોર લોકેશન પર જઈ રહ્યા હો ત્યારે અને પરત થતી વખતે ઘરેણાંને બેગમાં અથવા ઝિપ કરેલા ખિસ્સામાં રાખવા અપીલ કરી હતી. રસ્તા પરથી પસાર થતી વખતે ગળાનો હાર ઢાંકવા માટે સ્કાર્ફ પહેરવી કે ઓઢણી વડે તે ઢાંકી દેવા, તમારી આજુબાજુ શું થઈ રહ્યું છે તેનાથી વાકેફ રહેવા અને અસુરક્ષિત લાગે તો તમારી દિશા બદલી દુકાન કે સ્ટોર જેવી સુરક્ષિત લાગે તે જગ્યા પર ચાલ્યા જવા જણાવ્યું હતું.

શ્રી લોહાણા મહાજને જ્વેલરીના ફોટોગ્રાફ લઇઅ તેને સુરક્ષિત રાખવા, તેનું વેલ્યુએશન કરાવવા તથા www.immobilise.com પર જ્વેલરીની મફતમાં નોંધણી કરાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત ઘરેણા મૂકવા એક નાનકડી મજબૂત તિજોરી ખરીદી તેને સુરક્ષિત સપાટી પર ફીક્સ કરવા અને શક્ય હોય તો દાગીના બેંક અથવા સેફ ડિપોઝીટ બોક્સમાં રાખવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત નકલી દાગીના પહેરીને પણ અપરાધનો શિકાર ન બનવા સલાહ અપાઇ હતી.

પોલીસ સતર્ક રહે અને સમાજના લોકોની સુરક્ષા રહે તે માટે ભોગ બનેલા સૌ કોઇને ચોરી કે ગુનાખોરી અંગે www.leics.police.uk પર ફરિયાદ કરવા કે નોન-ઇમરજન્સી માટે 101 પર ફોન કરવા અને ઇમરજન્સી જણાય તો 999 ઉપર ફોન કરવા વિનંતી કરી છે.

LEAVE A REPLY

19 − three =