London Mayor's tribute, Parvathyben Solanki

લંડનના મેયર સાદિક ખાને ગરવી ગુજરાતના સહ-સ્થાપક પાર્વતીબેન સોલંકીના અવસાન વિશે જાણ થતાં જ એક શોક સંદેશો પાઠવી ઘેરા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે શોક સંદેશામાં જણાવ્યું હતું કે ‘’ગરવી ગુજરાતના સહ-સ્થાપક, રમણીકલાલ સોલંકી CBEના અત્યંત પ્રિય પત્ની, ખજાના સમાન માતા અને દાદી પાર્વતીબેન સોલંકીના અવસાન વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. 1960ના દાયકામાં યુકે આવ્યા પછી, પાર્વતીબેન અને રમણીકલાલે ગરવી ગુજરાત અને બાદમાં એશિયન મીડિયા ગ્રુપના નિર્માણમાં સમાન ભાગીદાર તરીકે કામ કર્યું હતું. આ પ્રયાસોમાં, પાર્વતીબેન માત્ર પ્રેરક શક્તિ જ નહીં પરંતુ સાચા સ્વપ્નદ્રષ્ટા પણ હતા.’’

‘’લંડનના વૈવિધ્યસભર સમુદાયોને એક કરવા અને એકીકૃત કરવામાં પાર્વતીબેનની અગ્રેસર ભૂમિકાને હું યાદ રાખીશ અને તે તેમની પ્રશંસા સિવાય કંઈ નથી. ગરવી ગુજરાત પ્રકાશન દ્વારા યુકેમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને બ્રિટનના સૌથી મોટા એશિયન પબ્લિશિંગ હાઉસ એશિયન મીડિયા ગ્રૂપની અગ્રણી ભૂમિકા માટે અમે તેમના ઋણી છીએ. મારા વિચારો અને લાગણી આ મુશ્કેલ સમયે તેમના પુત્રો કલ્પેશ અને શૈલેષ, પુત્રી સાધના અને તેમના પૌત્રો સાથે છે.’’

  • નારાયણ સેવા સંસ્થાનના સ્થાપક કૈલાસ માનવજી, પ્રેસિડેન્ટ પ્રકાશ અગ્રવાલ, NSS યુકેના ટ્રસ્ટીઓ ભીખુભાઇ આર. પટેલ, ડો. પ્રમોદ એમ પટેલ અને બલદેવ કિશને એક પત્ર પાઠવી પૂ. પાર્વતીબેન સોલંકીને અંજલિ આપી તેમના નિધન બદલ ખેદ વ્યક્ત કરી તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.
  • સનાતન ધાર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર કાર્ડિફના જનરલ સેક્રેટરી શ્રીમતી વિમલાબેન પટેલ, MBEએ ગરવી ગુજરાતના સહસ્થાપક શ્રીમતી પૂ. પાર્વતીબેન સોલંકીને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે તેમણે અને સ્વ. શ્રી રમણિકલાલ સોલંકીએ સાપ્તાહિક ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇ અને અન્ય પ્રકાશનો દ્વારા કરેલી સેવાને યુકેની જનતા હંમેશ માટે યાદ કરશે.

LEAVE A REPLY

twenty + three =