Ugandan exports duty free to the UK
યુગાન્ડામાં નવેમ્બર 2022 દરમિયાન બ્રિટિશ કમિશનરના નિવાસસ્થાને લોર્ડ ડોલર પોપટ (જમણી બાજુ), યુગાન્ડા ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર કેટી એરી (મધ્ય) અને યુગાન્ડાના વેપાર, ઉદ્યોગ અને સહકાર પ્રધાન મવેબેસા ફ્રાન્સિસ (ડાબી બાજુ) (ફોટોઃ લોર્ડ ડોલર પોપટ)

યુગાન્ડાની પ્રધાનસ્તરીય મુલાકાતથી તાજેતરમાં પરત આવેલા રવાન્ડા અને યુગાન્ડા માટેના વડાપ્રધાનના વેપાર દૂત લોર્ડ પોપટે યુગાન્ડની 99 ટકા પ્રોડક્ટ્સને યુકેમાં ડ્યૂટી ફ્રી નિકાસ માટેની ડીલની જાહેરાત કરી હતી. આ ડીલનો અમલ આગામી વર્ષથી થશે.

લોર્ડ પોપટની મુલાકાત દરમિયાન શ્રેણીબદ્ધ ડીલ્સ પર ફોકસ કરાયું હતું, જે યુગાન્ડા સાથે યુકેના વધતા વેપાર સંબંધોને પ્રતિબિંબિત કરે છે. લોર્ડ પોપટે ટિપ્પણી કરી હતી કે તેઓ મોટી કંપનીઓ યુગાન્ડામાં પરત ફરે અને બજારને વિશ્વાસ પ્રદાન કરે તેવું ઇચ્છે છે. યુકેના બિઝનેસ યુગાન્ડામાં રોકાણ અને વેપાર માટે યોજના ધરાવે છે. પરંતુ યુગાન્ડામાં સપોર્ટ માટે ડિલિવરીની ઝડપ વધારવાની જરૂર છે.

આ હેતુ સિદ્ધ કરવા માટે લોર્ડ પોપટે ત્રણ બાબતો પર કામ કર્યું હતું. સૌ પ્રથમ તેમણે યુગાન્ડા સરકાર સાથે કૃષિ નિકાસ, ઉર્જા ઍક્સેસ અને રોડ ક્ષેત્રોમાં યુગાન્ડા સરકાર સાથેના સમજૂતીપત્રને કોન્ટ્રાક્ટમાં તબદિલ કરવા કામગીરી કરી હતી. આ ઉપરાંત તેમાં 99% ડ્યુટી ફ્રી એન્ટ્રી અને યુકે ગ્રોથ ગેટવેના પ્રારંભનો સમાવેશ થાય છે.

તેમની મુલાકાત દરમિયાન યુકેના પ્રથમ બ્રિટિશ ઇન્ડિયન વડા પ્રધાન ઋષિ સુનકની નિમણૂંકની આફ્રો-ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ઉજવણી કરાઈ હતી.

આ સમિટમાં યુગાન્ડામાંથી એશિયનોને હાકલપટ્ટીના 50ના વર્ષ અને યુગાન્ડામાં ભારતીય સમુદાયની 100મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ હતી.

સમિટમાં લોર્ડ પોપટે રાજકારણમાં વિવિધતાના વિષય પર ચર્ચાવિચારણ કરી હતી. યુકેની સરકારમાં માત્ર ડાઇવર્સિટી ખાતર ડાઇવર્સિટી નથી, પરંતુ તે વસ્તી માટે વધુ સારા પરિણામો આપે છે અને વસ્તીને પ્રતિબિંબિત કરે છે. યુગાન્ડા અને બીજા ઘણા દેશોમાં ભારતીયો 100 વર્ષથી રહે છે અને આફ્રિકન સરકારોમાં વધુ વિવિધતાનો સમય આવી ગયો છે. લોર્ડ પોપટે ટિપ્પણી કરી હતી કે “આફ્રિકાને પોતાને ઘર કહેતા લોકોને હું આહ્વાન કરું છું કે તેઓ તમારા દેશના અને તમારા પોતાના ભાવિ માટે નાગરિક ફરજમાં સામેલ થાય.”

યુગાન્ડાના બિઝનેસ ફલકમાં ભારતીયોએ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે તથા વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા યુકે અને યુગાન્ડા વચ્ચેના વેપારને પણ ટેકો આપ્યો છે. આ મુલાકાત દરમિયાન, લોર્ડ પોપટે ગ્રોથ ગેટવે પ્રોગ્રામના અમલ સહિત આફ્રિકામાં બિઝનેસને ટેકો આપવા માટે યુકે જે કામ કરી રહ્યું છે તેને હાઇલાઇટ કર્યું હતું. આ પ્રોગ્રામ એક ડિજિટલ પોર્ટલ છે જે યુકે અને આફ્રિકન બિઝનેસને એક બીજાના બજારોમાં વેપાર અને રોકાણ કરવામાં મદદ કરે છે.

લોર્ડ પોપટે યુગાન્ડામાં અત્યાર સુધી યુગાન્ડન એશિયન્સ દ્વારા લાવવામાં આવેલા બદલાવની ઉજવણી કરી હતી. તેઓ દ્રઢપણે માને છે કે 50 વર્ષ પહેલા દેશે સામનો કરી હતી, તેવી સ્થિતિને ટાળવા માટે વધુ સહકારની જરૂર છે. સમાજના તમામ ક્ષેત્રો અને ખાસ કરીને રાજકારણમાં સામેલગીરીથી યુગાન્ડન એશિયન્સ માત્ર પોતાની જ નહીં, પરંતુ તેમના દેશની સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરી શકશે.

રવાન્ડા અને યુગાન્ડામાં વડા પ્રધાનના વેપાર દૂત લોર્ડ ડોલર પોપટ (જમણી બાજુ) નવેમ્બર 2022માં આફ્રિકન રાષ્ટ્રની મુલાકાત દરમિયાન યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની સાથે વાતચીત કરે છે. (તસવીર: લોર્ડ ડૉલર પોપટ)

LEAVE A REPLY

two × 5 =