Madhuri bought a very luxurious sports car
ANI
બોલીવૂડની પીઢ અભિનેત્રી માધુરી દીક્ષિત અત્યારે તેણે કરેલી મોંઘેરી ખરીદીઓને કારણે ચર્ચામાં છે. તેણે તાજેતરમાં જ અંદાજે રૂ. 3. 8 કરોડની વૈભવી સ્પોર્ટસ કાર ખરીદી છે. તે તેના પતિ સાથે આ કારમાં લટાર મારતી જોવા મળી હતી. માધુરી પાસે અગાઉથી જ સાત લક્ઝરી કાર છે તેવું કહેવાય છે, હવે તેમાં પોર્શની નવી કારનો વધારો થયો છે.
911 ટર્બો એસ મોડલની આ કાર 2.6 સેકન્ડમાં જ 100 કિલોમીટરની સ્પીડ પકડી લે છે. માધુરીએ ગત વર્ષે જ મુંબઇના પોશ વિસ્તાર વરલીમાં 48 કરોડનું આલિશાન ઘર ખરીદ્યું છે, જેના માટે તેણે એક ચોરસ ફૂટના રૂ. 90 હજાર ચુકવ્યા છે. તેનું આ અતિ વૈભવી ઘર બિલ્ડિંગના 53મા માળ પર છે. કહેવાય છે કે, એ સમયની આ સૌથી મોટો સોદો હતો. તેના આ ઘરમાંથી દરિયા કિનારો જોઇ શકાય છે.

LEAVE A REPLY

15 − 5 =