(istockphoto.com)

મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષના માર્ચમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં 6,51,513નો વધારો થયો હતો, જે અગાઉના પાંચ મહિનામાં નોંધાયેલા કુલ કેસના 88.23 ટકા કેસ થાય છે, એમ ગુરુવારે સત્તાવાર ડેટામાં જણાવાયું હતું.

રાજ્યમાં પહેલી ઓક્ટોબરથી 28 ફેબ્રુઆરી 2021 દરમિયાન કોરોના વાઇરસના 7,38,377 કેસ નોંધાયા હતા. આ ડેટા અગાઉના મહિનાની સંખ્યામાં માર્ચ 2021માં કોરોના સંક્રમણની ગતિમાં વધારો દર્શાવે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કેસની સંખ્યામાં જંગી વધારો થવાનું એક કારણ એ છે કે લોકો કોવિડ-19ના નિયમોનું યોગ્ય રીતે પાલન કરતાં નથી. ઘણા લોકો માસ્ક પહેરતા નથી અને સોસિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતાં નથી.