ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ શુક્રવાર, 24 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં રાજ્યનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરે છે. (ANI ફોટો)

રાજ્યના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)ને વધારીને રૂ. 42 લાખ કરોડ કરવાની દરખાસ્ત

આગામી પાંચ વર્ષમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આશરે રૂ. 5 લાખ કરોડનો ખર્ચ

1,500 કરોડના રોકાણથી પાંચ રાજ્ય ધોરીમાર્ગોને હાઈ-સ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે

અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઈવે 6 લેન બનશે

જૂના પુલોના પુનઃનિર્માણ અને મજબૂતીકરણ માટે રૂ. 550 કરોડની ફાળવણી

દરેક જિલ્લા અને તાલુકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સંકુલ સ્થાપવાની દરખાસ્ત

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 1 લાખ લોકોને ઘર આપવા રૂ. 1,066 કરોડનો ખર્ચ

રાજ્યમાં શિક્ષણને વેગ આપવા માટે રૂ.34,884 કરોડની જાહેરાત

નાણાપ્રધાને 11 લાખ રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાના લાભાર્થીઓને માસિક પેન્શન માટે રૂ. 1,340 કરોડની જાહેરાત કરી હતી.

ગિફ્ટ સિટી ખાતે એશિયન ડેવલપમેન્ટ બેન્કના સહયોગથી ફિનટેક હબની સ્થાપના કરાશે

ગિફ્ટ સિટી માટે રૂ. 76 કરોડ અને ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ માટે રૂ. 150 કરોડની દરખાસ્ત

કેશોદ એરપોર્ટ વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકામાં નવા એરપોર્ટ બનવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં નવી 198 એમ્બ્યુલન્સ માટે રૂ. 55 કરોડ ફાળવાશે.

મહીસાગર, ડાંગમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના થશે, 20 હજાર નવી કોમ્પ્યુટર લેબ ઉભી કરાશે.

ધોલેરામાં દેશના પહેલા સેમિકંડક્ટર પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી છે.

ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઇબ્રેરીની રચના કરવામાં આવશે

મહત્વાકાંક્ષી નર્મદા યોજના માટે ₹5,950 કરોડની રકમ ફાળવવામાં આવશે. તેમાં કચ્છ બ્રાન્ચ કેનાલ (KBC)ના બાકી કામો માટે ₹1082 કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે. KBC ને 60,000 કિલોમીટરથી વધુ નહેર નેટવર્ક સાથે દેશની સૌથી મોટી સિંચાઈ યોજના તરીકે ઓળખવામાં આવે છે.

LEAVE A REPLY

seventeen + 8 =