Malaika-Arjun's wedding in March
(ANI Photo)
બોલીવૂડમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો જગજાહેર છે. તેમની સગાઈ અને લગ્નના સમાચાર હંમેશા વાયરલ થતા રહે છે. તેમના ચાહકો આ બંનેને લગ્નના બંધનમાં બંધાયેલ જોવા માટે ઉત્સુક રહે છે. હવે ફરીથી તેમના લગ્ન અને સગાઈની ચર્ચા સોશિયલ મીડિયામાં થાય છે. સૂત્રો કહે છે કે તે માર્ચ મહિનામાં લગ્ન કરશે.
તાજેતરમાં બંને સોશિયલ મીડિયા પર સતત એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરી રહ્યાં છે. તેઓ એકબીજા સાથે વિદેશમાં વેકેશન માણતા પણ જોવા મળે છે. હવે તેમના ચાહકો ઈચ્છે છે કે આ બંને હવે લગ્ન કરી લે. હવે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ટૂંક સમયમાં પેરિસમાં લગ્ન કરવાના છે.
પેરિસમાં મલાઈકા અને અર્જુનના લગ્નમાં કેટલાક ખાસ લોકો હાજરી આપવાના હોવાનું કહેવાય છે. એવી પણ ચર્ચા છે કે આ કપલ માર્ચમાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ મલાઈકા અને અર્જુન દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અર્જુન કપૂરને ડેટ કરતા પહેલા મલાઈકા અરોરાએ સલમાન ખાનના ભાઈ અને અભિનેતા અરબાઝ ખાન સાથે 1998માં લગ્ન કર્યા હતા. 2017માં આ બંનેએ છૂટાછેડા લઈને બધાને ચોંકાવી દીધા હતા.

LEAVE A REPLY

9 − 3 =