Pandemic deal boom turns profitable for former Tory treasurer

કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ ટ્રેઝરર મલિક કરીમે ટેકઓવર ડીલ્સ અંગે આપેલી સલાહ બાદ ગયા વર્ષે તેમની બુટિક ઇન્વેસ્ટમેન્ટ બેંકમાંથી £13.8 મિલિયનની કમાણી કરી હતી.

એબરડીન ઇન્ટરેક્ટિવ ઇન્વેસ્ટરનું £1.5 બિલિયન ટેકઓવર અને ખાનગી ઇક્વિટી ફર્મ સિનવેન દ્વારા ફિનટેક ગ્રુપ ટ્રુ પોટેન્શિયલના ટેકઓવર સહિતના ડીલનું કામ થઇ જતા તેમની ફેન્ચર્ચ એડવાઇઝરી પાર્ટનર્સ તરફથી કરીમનું પેઆઉટ વર્ષમાં 31 માર્ચથી 55 ટકા વધ્યું હતું. ભાગીદારીના 25 સભ્યોએ £1.9 મિલિયનના સરેરાશ નફાના હિસ્સા સાથે સારી કામગીરી બજાવી હતી.

તેમનું ટર્નઓવર પાછલા વર્ષના £34.7 મિલિયનથી વધીને £55.8 મિલિયન થઈ ગયું છે, જેમાં નફો પાછલા વર્ષના £29.9 મિલિયનની સામે £48.4 મિલિયનને આંબી ગયો છે.

61 વર્ષના કરીમ વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષ નદીમ ઝહાવીના સલાહકાર છે. પણ તેમણે યુ.એસ.માં વિસ્તરણ કરવાની ફેનચર્ચની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટ્રેઝરરની ભૂમિકાથી પીછેહઠ કરી છે.

ટેકઓવર ડીલ્સની અછત વચ્ચે ગોલ્ડમેન સૅશ સહિતની વોલ સ્ટ્રીટ બેંકો હજારો કર્મચારીઓને કાઢી રહી છે ત્યારે કરીમે કહ્યું હતું કે “અમારા માટે ત્યાં જઈને સારા લોકોને પસંદ કરવાનો આ સારો સમય છે. જ્યારે બજાર ખરાબ હોય ત્યારે અમે હંમેશા સારું કર્યું છે. વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન, કોવિડ, અમે ગ્રાહકોને પસંદ કર્યા છે.’’

LEAVE A REPLY

three × 1 =