પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ ઓક્સિજન સંકટમાં મદદ કરવા માટે મહત્વનો નિર્ણય લીધો હતો. કોરોનાના ગંભીર દર્દીઓને મેડિકલ ઓક્સિજનનો સપ્લાય મળે તે માટે કંપનીએ હરિયાણામાં પોતાના પ્લાન્ટસને 1થી 9 મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન કંપનીની ફેક્ટરીઓમાં પ્રોડક્શન નહીં થાય.

મારુતિ સુઝુકીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, તેની ફેક્ટરીઓમાં કાર બનાવવામાં ઘણી ઓછા ઓક્સિજનનો ઉપયોગ થાય છે, પરંતુ સ્પેરપાર્ટ બનાવવામાં આ ગેસનો વધુ ઉપયોગ થાય છે. કંપનીનું માનવું છે કે, વર્તમાન સ્થિતિમાં જે પણ ઓક્સિજન ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ લોકોનું જીવન બચાવવા માટે થવો જોઈએ. તેના પગલે કંપનીએ મેન્ટેનન્સ માટે ફેક્ટરીઓને નિર્ધારિત સમય કરતા પહેલા બંધ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા મેન્ટેનન્સ માટે ફેક્ટરીઓ જૂનમાં બંધ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ, હવે આ ફેક્ટરીઓ 1થી 9 મે સુધી મેન્ટેનન્સ માટે બંધ રહેશે. સુઝુકી મોટર ગુજરાતે પણ આ દરમિયાન પોતાનો પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.