પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાત સરકારે ધોરણ-10માં માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં રિમાર્કના ખાનામાં માસ પ્રમોશનનનો ઉલ્લેખ ન કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કોરોના મહામારીને કારણે ધોરણ-10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલું છે અને અગાઉમાં એલસીમાં માસ પ્રમોશન લખવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો ભારે વિરોધ થયો હતો, તેથી સરકારે તેનો નિર્ણય ફેરવી તોડ્યો છે.

સરકારના નવા નિર્ણય મુજબ એલસીમાં માસ પ્રમોશનની જગ્યાએ માત્ર માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવા શબ્દો લખાશે. એલસીમાં માસ પ્રમોશન રિમાર્કના આ મુદ્દે ભારે વિવાદ થતા અને માસ પ્રમોશનના ઉલ્લેખથી વિદ્યાર્થીને નુકશાન થતુ હોવાનું હવે સરકારને ધ્યાને આવતા શિક્ષણવિદોના સૂચનો બાદ હવે સસરકારે નિર્ણય ફેરવ્યો છે. સરકારની મંજૂરીથી બોર્ડે આ મુદ્દે તમામ ડીઈઓને નવો પરિપત્ર કરી ખાસ સૂચના આપી છે કે હવે લિવિંગ સર્ટિફિકેટ-એલ.સીમાં રીમાર્કસના ખાનામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવુ દર્શાવવાનું રહેશે. જ્યારે શાળા છોડયાના પ્રમાણપત્રમાં શાળા છોડયાની તારીખ ૩૧-૫-૨૦૨૧ દર્શાવવાની રહેશે.