(ANI Photo)

ટી20 વર્લ્ડ કપની મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં 23 ઓક્ટોબરે રમાયેલી પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલીની શાનદાર બેટિંગને કારણે ભારતનોચાર વિકેટે ભવ્ય વિજય થયો હતો. પાકિસ્તાને ભારતને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ભારતે 6 વિકેટના ગુમાવીને હાંસલ કર્યો હતો. દિવાળીના ઉત્સવોમાં કટ્ટર હરીફ સામે ભારતની આ જીતથી ભારતીય ક્રિકેટ ચાહકોના ઉત્સાહ વધ્યો હતો.

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ઐતિહાસિક બેટિંગને ક્રિકેટ ચાહકોને યાદ રહેશે. આ વિજય સાતે હારનો ભારતીય ટીમે બદલો લઈ લીધો છે. છેલ્લી ઓવરમાં ભારતને 16 રન જોઈતા હતા અને નવાઝની આ ઓવરમાં વાીટ, નૉ બોલ, છગ્ગો અને વિકેટ બધું જોવા મળ્યું અને આખરે ભારતીય ટીમે જીત મેળવી બે પોઈન્ટ્સ મેળવવાની સાથે, પાકિસ્તાનનું અભિમાન પણ ચકનાચૂર કરી દીધું. ભારતની આ જીતમાં વિરાટ કોહલીએ ઘણી મોટી ભૂમિકા નિભાવી હતી. તેણે બેટિંગમાં આત્મવિશ્વાસ પાછો મેળવવાની સાથે 53 બોલમાં અણનમ 82 રન ફટકાર્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ 37 બોલમાં 40 રન કરી આ આ જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. એક સમયે હારના ઉંમરે પહોંચી ગયેલી ભારતીય ટીમને કોહલી અને હાર્દિકની જોડીએ જીત સુધી પહોંચાડી હતી.

જીત માટેના 160 રનના લક્ષ્યના જવાબમાં ભારતની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. પરંતુ કોહલીએ એકલા હાથે લડતા છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 53 દડામાં અણનમ 82 રનની તોફાની ઈનિંગ્સ રમી ભારત વિજય અપાવ્યો હતો. ભારતીય ટીમને છેલ્લી બે ઓવરમાં 31 રનની જરૂર હતી. હારિસ રઉફે નાખેલી 19મી ઓવરના છેલ્લા દડે કોહલીએ બે છગ્ગા લગાવ્યા, જેથી છેલ્લી ઓવરમાં 16 રનનો ટાર્ગેટ રહ્યો હતો. છેલ્લી ઓવરના પહેલા જ દડે હાર્દિક પંડ્યાને મોહમ્મદ નવાઝે આઉટ કરી દીધો. બીજા દડે દિનેશ કાર્તિકે એક અને ત્રીજા દડે કોહલીએ બે રન લીધા. ચોથો દડો નોબોલ રહ્યો, જેના પર કોહલીએ છગ્ગો ફટકારી દીધો. હવે, ત્રણ દડામાં છ રન જોઈતા હતા. તે પછીનો દડો વાઈડ રહ્યો, તે પછી બાયના ત્રણ રન બન્યા હતા. પરંતુ પાંચમા દડે કાર્તિક આઉટ થઈ ગયો. છેલ્લા દડે એક રન લઈને અશ્વિને ટીમને જીત અપાવી હતી.

આ પહેલા ટોસ હારીને બેટિંગમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમને અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાની શાનદાર બોલિંગના દમ પર ભારતે 8 વિકેટે 159 રન પર રોકી દીધું હતું. અર્શદીપે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી.. તેને પહેલી બે ઓવરમાં જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (0 રન) અને મોહમ્મદ રિઝવાન (ચાર રન)ને આઉટ કરી ભારતને શાનદાર શરૂઆત અપાવી. તે પછી એશિયા કપમાં જબરજસ્ત પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાએ 30 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. પાકિસ્તા માટે ઈફ્તિખાર અહમદે 51 રન બનાવ્યા હતા.

પાકિસ્તાન તરફથી શાન મસૂદે 42 દડામાં 51 રનની ઈનિંગ્સ રમી હતી. શાન અને ઈફ્તિખારએ પાકિસ્તાનની ઈનિંગ્સને સંભાળી હતી અને સ્કોરને 159 સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. એ સિવાય પાકિસ્તાનનો કોઈ બેટર નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યો ન હતો. શાદાબ ખાન 5 રન, હૈદર અલી 2 રન, મોહમ્મદ નવાઝ 9 રન, આસિફ અલી 2 રન, શાહીન આફ્રિદી 16 રન અને હારિસ રાઉફે 6 રન બનાવ્યા હતા.

LEAVE A REPLY

nine + eighteen =