Kohli broke Sachin Tendulkar's record

ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતે 27 ઓક્ટોબરે નેધરલેન્ડને 56 રને પરાજય આપીને સતત બીજો વિજય મેળવ્યો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યાકુમાર યાદવની ધમાકેદાર બેટિંગને પગલે ભારતે નેધરલેન્ડને જીત માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે નેધરલેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના ભોગે માત્ર 123 રન જ બનાવી શકી હતી અને ભારતનો 56 રને ભવ્ય વિજય થયો હતો.

ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું. જેની સામે નેધરલેન્ડ્સની ટીમ માત્ર 123 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી. ભારતનો હવે પછી સાઉથ આફ્રિકા સામે મુકાબલો થશે.

ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. રોહિત શર્માએ 39 દડામાં 53 રન, કોહલીએ 44 દડામાં અણનમ 62 રન અને સૂર્યાકુમારે 25 દડામાં અણનમ 51 રન ફટકાર્યા હતા. જોકે, રોહિત સાથે ઓપનિંગમાં ઉતરેલો કેએલ રાહુલ ફરી એકવખત નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 9 રન બનાવી એલબીડબલ્યુ આઉટ થઈ ગયો હતો. ભારતે પોતાની ઈનિંગ્સની 20 ઓવરમાં બે વિકેટે 179 રન બનાવ્યા હતા અને એ રીતે નેધરલેન્ડને જીત માટે 180 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેને ત્રણ ઓવરમાં 11 રન પર વિક્રમજીત સિંહ (1 રન)ના રૂપમાં ઝટકો લાગ્યો હતો. વિક્રમજીતને ભુવનેશ્વરકુમારે ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી મેક્સ ડીડોડ (16 રન)એ અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. ડી લીડેને પણ અક્ષર પટેલે 16 રને પેવેલિયન ભેગો કરી દીધો. નેધરલેન્ડ માટે લક્ષ્ય મુશ્કેલ બનતું જતું હતું, 13મી ઓવરમા રવિચંદ્રન અશ્વિને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી તેની બેટિંગ લાઈનની કમર તોડી નાખી હતી. તેને પહેલા કોલિન એકરમેને 17 રને અને ટોપ કૂપરને 9 રને આઉટ કર્યો હતો. ભુવનેશ્વર કુમારે સ્કોટ એડવર્ડસ (5 રન) અને મોહમ્મદ શમીએ ટિમ પ્રિંગલ (20 રન) અને અર્શદીપે લોગન વેન બીક (3 રન) અને ફ્રેડ ક્લાસેન (0 રન)ની વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY

17 − seventeen =