Medvedev loses in pre-quarters to Kyrgios at US Open
યુએસ ઓપન ટેનિસની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ્સમાં સોમવારે વર્લ્ડ નં. રેન્કિંગ ધરાવતા ડેનિલ મેડવેડેવને હરાવી નિક કિર્ગિઓસે અપસેટ સર્જ્યો હતો.Robert Deutsch-USA TODAY Sports

યુએસ ઓપન ટેનિસની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ્સમાં સોમવારે વર્લ્ડ નં. રેન્કિંગ ધરાવતા ડેનિલ મેડવેડેવને હરાવી નિક કિર્ગિઓસે અપસેટ સર્જ્યો હતો. ઓસ્ટ્રેલિયન કિર્ગિઓસે મેડવેડેવને 7-6 (13), 3-6, 6-3, 6-2થી હરાવ્યો હતો. આ પરાજયનો મતલબ એવો છે કે હવે 11મીએ યુએસ ઓપન – આ વર્ષની છેલ્લી ગ્રાંડ સ્લેમ ટેનિસ સ્પર્ધા પુરી થયા પછી વિશ્વને નવો નં. 1 ખેલાડી મળશે. 23મો ક્રમ ધરાવતો કિર્ગિઓસ આ વર્ષે પહેલીવાર યુએસ ઓપનમાં ક્વાર્ટર ફાઈનલ્સમાં પહોંચ્યો છે. તે આ વર્ષે જુલાઈમાં વિમ્બલ્ડનમાં પણ પહેલીવાર ફાઈનલમાં પહોંચ્યો હતો. 

તો રફેલ નાડાલે શનિવારે ત્રીજા રાઉન્ડના મુકાબલામાં ફ્રાન્સના રીચાર્ડ ગાસ્કેટને સીધા સેટ્સમાં 6-0, 6-1, 7-5થી હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. સ્પેનિશ ખેલાડી માટે રાહતની વાત એ છે કે વિમ્બલ્ડનની સેમિફાઈનલમાં ઈજાગ્રસ્ત થવાના કારણે તેને સ્પર્ધામાંથી ખસી જવું પડ્યું હતું અને એ પછી તે આ અગાઉ ફક્ત એક જ મેચ રમ્યો હતો. 

LEAVE A REPLY

14 + eight =