પંજાબ નેશનલ બેંકના રૂ. 13,500 કરોડના કૌભાંડના કથિત મુખ્ય આરોપી મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકામાં વસવાટ કરે છે. ડોમિનિકાની હાઈકોર્ટમાં શનિવારે મેહુલ ચોક્સીની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે ભાગેડુ બિઝનેસમેનને ફ્લાઈટ રિસ્કના કારણે જામીન આપવા ઈન્કાર કર્યો છે. બચાવ પક્ષના વકીલોએ શનિવારે હાઈકોર્ટમાં એવો તર્ક રજૂ કર્યો હતો કે, એક કૈરિકોમ નાગરિક તરીકે મેહુલ ચોક્સી જામીનનો હકદાર છે કારણ કે કથિત અપરાધ જામીનપાત્ર છે અને તેના પર કેટલાક હજારનો દંડ છે.
વકીલોએ એવો તર્ક પણ આપ્યો કે, મેહુલ ચોક્સીનું આરોગ્ય નબળું હોવાથી આ સંજોગોમાં તેમણે ફ્લાઈટનું જોખમ ન લેવું જોઈએ અને તેમને જામની આપવામાં આવે. જોકે સરકાર જામીનનો વિરોધ કરે છે. તેમના કહેવા પ્રમાણે મેહુલ ચોક્સી ફ્લાઈટ રિસ્ક પર છે અને ઈન્ટરપોલ દ્વારા તેને નોટિસ પાઠવવામાં આવેલી છે.
લેનોક્સ લોરેન્સ સ્ટેટના લોયર છે અને તેમના કહેવા પ્રમાણે મેહુલ ચોક્સીએ આરોગ્ય અંગે ફરિયાદ નથી કરી. આ કારણે તેમનું હોસ્પિટલમાં હોવું એ મુદ્દો નથી. તેને મેડિકલ હેલ્પ પણ મળી રહી છે. જજે કહ્યું કે, તપાસ ચાલી રહી છે આ આધાર પર જામીન આપવા ના કહી શકાય નહીં. જોકે કોર્ટે મેહુલ ચોક્સીને જામીન આપવા ઈન્કાર કર્યો છે.