Important agreement with France to stop illegal immigrants from entering Britain

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને યુકેમાં ગેરકાયદે પ્રવેશતા રોકવા વડાપ્રધાન ઋષિ સુનકે એક મોટું પગલું ભર્યું છે અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને સોમવારે ફ્રાન્સ સાથે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત ફ્રાન્સના અધિકારીઓ ઇંગ્લિશ ચેનલમાં પેટ્રોલિંગમાં વધારો કરશે અને બ્રિટનમાં પ્રવેશવા માટે ખતરનાક નાની બોટમાં ઇંગ્લિશ ચેનલ પાર કરતા વસાહતીઓને તેમની હદમાં જ રોકશે.

નવા સોદા હેઠળ, સરહદી પેટ્રોલિંગમાં મદદ કરવા માટે બ્રિટન ફ્રાંસને 2022-23માં વાર્ષિક 72 મિલિયન યુરો આપશે. આ રકમ 2021-22માં 62.7 મિલિયન યુરો હતી. આ સંયુક્ત કરાર હેઠળ, ડોવર ખાતે ઇંગ્લિશ કિનારે જતા લોકોને અટકાવવા માટે કેલેમાં ફ્રેન્ચ દરિયાકાંઠે પેટ્રોલિંગ કરતા અધિકારીઓની સંખ્યા 200 થી વધારીને 300 કરવામાં આવશે. યુકે અને ફ્રેન્ચ સત્તાવાળાઓ માનવ તસ્કરીને રોકવા માટે સાથે મળીને કામ કરશે.

વડા પ્રધાન ઋષિ સુનકે આ મુદ્દાને સંપૂર્ણ અગ્રતા આપી રહ્યા છે. ગયા વર્ષે સરહદ પાર કરનાર વસાહતીઓની સંખ્યા 28,526 હતી અને એક વર્ષ અગાઉ તે 8,404 હતી.

LEAVE A REPLY

two − two =