Two earthquakes were recorded at two places in Gujarat

ગુજરાત કચ્છ જિલ્લામાં ગુરુવારે બપોરે 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યા ન હતા. આઠ જાન્યુઆરી પછીથી આ ક્ષેત્રોમાં બીજો ભૂકંપ છે. ભૂકંપનું કેન્દ્રબિંદું દુધાઈથી 19 કિમી ઉત્તરપૂર્વમાં હતું. ભૂકંપનું કેન્દ્રબિંદું જમીનથી 17.6 કિમીની ઉંડાઈ હતું, એમ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટ્યૂટ ઓફ સીસ્મોલોજિકલ રિસર્ચે જણાવ્યું હતું.

અગાઉના કચ્છના ભચાઉમાં રાત્રે 9 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 જણાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. 11મી જાન્યુઆરીએ સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY