(Photo by STR/AFP via Getty Images)

ભારતીય મહિલા વન-ડે ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વન ડેમાં અણનમ ૭૫ રનની મેચ વિનિંગ ઈનિંગ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. મિતાલીએ 86 બોલની ઈનિંગમાં ભારતીય ટીમ વતી સૌથી વધુ સ્કોર કર્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ રન ૧૦,૩૩૭ રન કર્યા છે. મિતાલીએ સૌથી ઈંગ્લેન્ડની કેપ્ટન શાર્લોટ્ટ એડવર્ડ્સનો ૧૦,૨૭૩ રનનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પુરૂષ ખેલાડીઓમાં ભારતના સચિન તેંડુલકર અને મહિલા ક્રિકેટર્સમાં મિતાલી રાજના નામે છે. આ બંને ખેલાડીઓનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ એકસરખી ઉંમરે થયો હતો. તેંડુલકરે ૧૬ વર્ષ ૨૦૫ દિવસની ઉંમરે ૧૯૮૯માં પાકિસ્તાન સામેની ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડગ માંડયા હતા. તો મિતાલીએ પણ ૧૬ વર્ષ અને ૨૦૫ દિવસની ઉંમરે ૧૯૯૯માં આયર્લેન્ડ સામેની વન ડેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.