ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) અને જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) વચ્ચે સંશોધન, સલાહ અને વિદ્યાર્થી પ્રોજેક્ટ્સ પર સહયોગ કરવા માટે તાજેતરમાં સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. IIMAના કેમ્પસમાં એક કાર્યક્રમમાં પ્રોફેસર એરોલ ડિસોઝા, ડાયરેક્ટર, IIMA અને સુઝુકી મોટર કોર્પોરેશનના ડાયરેક્ટર અને વરિષ્ઠ મેનેજિંગ ઓફિસર કિંજી સૈતો દ્વારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

IIMA-SMC ભાગીદારી IIMA ફેકલ્ટીની આગેવાની હેઠળના સંશોધન પ્રોજેક્ટ સાથે શરૂ થશે જે SMC ને ભારતમાં અને વૈશ્વિક સ્તરે તેમની ભાવિ વ્યાપાર વૈવિધ્યકરણ વ્યૂહરચના પર સલાહ આપશે. આ અંગે પ્રોફેસર એરોલ ડીસોઝાએ જણાવ્યું હતું કે, ‘અમારી ફેકલ્ટીએ વ્યૂહરચના, ગતિશીલતા અને પરિવહન ક્ષેત્રોમાં સંશોધનનો સમૃદ્ધ ભંડાર બનાવ્યો છે અને આ સહયોગ અમારા માટે પ્રેક્ટિસની દુનિયામાં યોગદાન આપવાની વધુ તકો ઊભી કરશે. SMCની ભારતમાં યાત્રા સફળ રહી છે અને છેલ્લા ઘણા દાયકાઓમાં ભારતીય અર્થતંત્ર પર નોંધપાત્ર અસર કરી છે. તેમણે કહ્યું કે આ ભાગીદારી અમારા વિદ્યાર્થીઓ માટે SMC ટીમો સાથે પ્રોજેક્ટ્સ પર કામ કરવા અને ભારતીય બજારમાં તેમની સતત અસર કેવી રીતે કરી છે તે સમજવાના માર્ગો પણ ખોલશે.’

SMC વતી કિંજી સૈતોએ કહ્યું હતું કે, ‘અમે IIMA સાથેની આ નવી ભાગીદારી માટે ઉત્સાહિત છીએ. અમે આ સહયોગ દ્વારા સર્જિત અનન્ય સૂચનોની રાહ જોઈ રહ્યા છીએ.’

LEAVE A REPLY

three × four =