. (PTI Photo))

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોસગોમાં યુએન ક્લાઇમેટ સમીટમાં ભાગ લેશે, એમ ભારતના પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક ઇન્ટરવ્યૂમાં ગુરુવારે જણાવ્યું હતું.

ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે અને 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર વચ્ચે યોજાનારી આ COP26 સમીટમાં મોદીની હાજરીને મહત્ત્વની માનવામાં આવે છે. આ સમીટમાં ચીનના વડા જિનપિંગ હાજર રહેશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. ભારત અને ચીને પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે મજબૂત પ્રતિબદ્ધતા આપી નથી.

ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા ભારત પ્રયાસો કરી રહ્યું હોવાનો ઉલ્લેખ કરતાં પર્યાવરણ પ્રધાન જણાવ્યું હતું કે વડાપ્રધાન ગ્લાસગો જશે.

આ સમીટના યજમાન બ્રિટનને સમીટમાં હાજર રહેવાના ભારતના નિર્ણયને આવકાર્યો હતો. વડાપ્રધાન બોરિસ જોન્સનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત આ મુદ્દે મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને વડાપ્રધાને ક્લાઇમેટ ચેન્જના મહત્ત્વના અંગે મોદી સાથે ઘણીવાર વિચારવિમર્શ કર્યો છે. તેથી અમે તેમની સાથે વધુ ચર્ચાવિચારણા કરવા આતુર છીએ.