Modi-led India likely to respond militarily to Pakistan's provocations: US
(ANI Photo/ SansadTV)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત શુક્રવારે તા. 10ના રોજ અલ્જામિયા-તુસ-સૈફિયાહ અરેબિક એકેડમીના મુંબઈના અંધેરી ઈસ્ટ વિસ્તારના મરોલમાં આવેલા કેમ્પસનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે ‘’હું તમારા પરિવારનો સભ્ય છું, હું ન તો મુખ્ય પ્રધાન છું કે ન તો વડા પ્રધાન છું. હું બોહરા સમુદાય સાથે 4 પેઢીઓથી જોડાયેલો છું. અલજામિયા-તુસ-સૈફિયા કેમ્પસની મુલાકાત લેવી એ મારા પોતાના પરિવારની મુલાકાત લેવા જેવું છે. આ મારો પરિવાર છે અને હું મારા ઘરે આવ્યો છું. મને જે નસીબમાં મળ્યું છે તે બહુ ઓછા લોકોને મળ્યું છે.’’

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ’’કોઈ સમુદાય, સમાજ કે સંસ્થાની ઓળખ તે સમય સાથે તેની સુસંગતતા કેટલી જાળવી રાખે છે તેના પરથી નક્કી થાય છે. દાઉદી વોહરા સમુદાયે સમયાંતરે પરિવર્તન અને વિકાસની આ કસોટી પર હંમેશા પોતાની જાતને સાબિત કરી છે. આજે અલ્જામી-તુસ-સૈફીયાહ જેવી મહત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થાઓનું વિસ્તરણ તેનું જીવંત ઉદાહરણ છે. દાઉદી વોહરા સમુદાય સાથે મારો સંબંધ માત્ર જૂનો જ નથી પણ કોઈનાથી છુપાયેલો પણ નથી. મારી એક મુલાકાત દરમિયાન મેં સૈયદના સાહેબને 98 વર્ષની ઉંમરે 800થી વધુ વિદ્યાર્થીઓને ભણાવતા જોયા હતા. એ ઘટના મને આજ સુધી પ્રેરણા આપે છે. હું દેશ-વિદેશમાં જ્યાં પણ જાઉં છું ત્યારે વોહરા ભાઈ-બહેનો મને મળવા ચોક્કસ આવે છે. તેઓ દુનિયાના ગમે તે ખૂણામાં હોય, ભારત માટે તેમની ચિંતા અને ભારત પ્રત્યેનો પ્રેમ તેમના હૃદયમાં હંમેશા દેખાય છે.’’

આ પ્રસંગે દાઉદી વોહરા સમાજના પ્રમુખે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના માર્ગદર્શનમાં આ સંસ્થા સમુદાયની જ્ઞાન પ્રાપ્તિની પરંપરાઓ અને સાહિત્યિક સંસ્કૃતિની રક્ષા માટે કામ કરી રહી છે.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભરમાં ફેલાયેલા 10 લાખ દાઉદી વહોરાઓના આધ્યાત્મિક વડા અને આ સંસ્થાના એકમાત્ર હિતકર્તા તેમ જ 53મા અલ-દાઈ અલ મુતલક સૈયદના મુફાદ્દલ સૈઈફુદીન સાથે એક જ મંચ પર બિરાજ્યા હતા. આ જામીઆ (સંસ્થા)ના ત્રણ અન્ય કૅમ્પસ સુરત, કરાચી અને નૈરોબી ખાતે આવેલાં છે.

ગયા મહિને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં PM મોદીએ પાર્ટીના કાર્યકર્તાઓને લઘુમતીઓ, ખાસ કરીને પસમંડા અને વોહરા મુસ્લિમો સુધી પહોંચવા કહ્યું હતું. PM મોદીએ ઈન્દોરમાં પોતાના ભાષણમાં વોહરા સમુદાયની દેશભક્તિ, વ્યવસાયમાં ઈમાનદારીની પ્રશંસા કરી હતી. વોહરા સમુદાયના મૂળ ઇજિપ્ત અને યમનમાં હોવાનું માનવામાં આવે છે. વોહરા સમુદાય 450 વર્ષ પહેલા ગુજરાતમાં સ્થાયી થયો હતો અને તેઓ અસ્ખલિત ગુજરાતી બોલે છે.

વડાપ્રધાન મોદીના રાષ્ટ્રીય વિકાસને વધારવા માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાના મહત્વને સમર્થન આપવામાં ઓળખે છે વોહરા સમુદાયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

LEAVE A REPLY

fourteen − 8 =