અમદાવાદ ખાતેનું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ (TWITTER IMAGE POSTED BY @pib on MONDAY, ) (PTI Photo)

અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને બુધવાર, 24 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું, અત્યાર સુધી આ મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું. પરંતુ હવે નવનિર્માણ બાદ ગુજરાત ક્રિકેટ એસોસિયેશને તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું હતું. આ સ્ટેડિયમનું ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 24 ફેબ્રુઆરીએ ઉદ્ધઘાટન કર્યું હતું. સ્ટેડિયમના ઉદ્ઘાઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સ્પોર્ટસ પ્રધાન કિરણ રિજિજુ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા.

ઉદ્ધઘાટન બાદ અમિત શાહે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન પરથી આ સ્ટેડિયમનું નામ રાખવાનો અમે નિર્ણય કર્યો છે. તે મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ્સ હતો. રાષ્ટ્રપતિએ સ્ટેડિયમમાં એક સ્પોર્ટસ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેનું નામ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રહેશે. જેમાં ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ, લોન ટેનિસ વગેરે રમતો માટે સુવિધા હશે.

સ્ટેડિયમનું નામ બદલવાના નિર્ણયની પ્રશંસા અને ટીકા બંને થઈ હતી. ભાજપના પ્રવક્તા પ્રીતિ ગાંધીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે “વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ વિશ્વની સૌથી મોટી હસ્તીને સમર્પિત,”

જોકે ટીકાકારોએ જણાવ્યું હતું કે આ નિર્ણય મોદીની ભક્તિ સમાન છે. ગુજરાતના કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના લોકો સરદાર પટેલના આ અપમાનને સહન કરશે નહીં.

સ્પોર્ટ્સ સ્ટેડિયમનું નામનું નામ ભૂતપૂર્વ વડાપ્રધાનોના નામ પરથી રાખવાનું ભારતમાં સામાન્ય છે, પરંતુ આવા હાઇ પ્રોફાઇલ સ્ટેડિયમનું નામ પ્રવર્તમાન નેતા પરથી રાખવાનું ભાગ્યે જ જોવા મળતી ઘટના છે.