Modi will launch various projects in Bharuch, Anand and Jamnagar
વડાપ્રધાન મોદીએ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના પ્રથમ દિવસે રવિવાર, 9 ઓક્ટોબરે મહેસાણાના જિલ્લાના મોઢેરામાં વિખ્યાત સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. (ANI Photo)

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે સોમવાર, 10 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંઘીનગરના રાજભવનથી સચિવાલયના હેલિપેડથી સીધા ભરૂચ જવા રવાના થશે. મોદી ભરૂચ ઉપરાંત આણંદ તથા જામનગર જશે. દિવસ દરમિયાનના કાર્યક્રમો વચ્ચે વડાપ્રધાન આણંદથી સીધા અમદાવાદ આવી મોદી સમાજ દ્વારા છારોડી નજીક તૈયાર કરાયેલા મોદી ભુવન શિક્ષણ સંકુલનું લોકાર્પણ કરી જામનગર જવા રવાના થશે. તેઓ જામનગર રાત્રિ રોકાણ કરશે.

ભરૂચના આમોદ ખાતે અંદાજે રૂ.૮૫૦૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેશે. મોદી જંબુસરમાં નિર્માણ થઈ રહેલા બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત કરશે. જીએસીએલના ચાર પ્લાન્ટ્સના લોકાર્પણ કરશે. ભરૂચ જિલ્લા સહિતના મધ્ય ગુજરાતમાં વિવિધ પાર્ક્સનું પણ તેઓ લોકાર્પણ કરશે. અહીં જાહેર કાર્યક્રમને સંબોધન કરી વડાપ્રધાન બપોરે ૧ વાગે આણંદ પહોંચશે. આણંદ જિલ્લા, નગરપાલિકાના વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરી જનતાને સંબોધન કરશે.

મોદી શિક્ષણ ભવનનું ઉદ્‌ઘાટન

વડાપ્રધાન બપોરે ૩ વાગે અમદાવાદ પહોંચી સીધા એસજી હાઇવે ઉપર નિરમા યુનિવર્સિટી સામે છારોડી ગુરુકુળની પાછળ નિર્માણ પામેલા મોદી શિક્ષણ ભવનનું ઉદ્‌ઘાટન કરશે.સમાજના બાળકોને શિક્ષણ અને આવાસની સુવિધા અમદાવાદમાં મળી રહે એવા હેતુથી શ્રી મોઢ વણિક મોદી જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજને જમીન ફાળવવા માટે હાલના વડાપ્રધાન અને સમયને મુખ્યપ્રધાન હતા ત્યારે મંજૂરી આપી હતી. શૈક્ષણિક હેતુ માટે રૂ.૫૨ લાખની કિંમતમાં જમીન આપી હતી. મે, ૨૦૧૩માં મુખ્યપ્રઘાન તરીકે નરેન્દ્ર મોદીએ આ શિક્ષણ ભુવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં ૧૨ માળની હોસ્ટેલ બનાવવા તેમણે કરેલા સૂચન મુજબ સમગ્ર ડિઝાઇન બદલાઇ હતી. ૪૦૦ વિદ્યાર્થીઓ રહી શકે એવી હોસ્ટેલ, ભોજનાલય ઉપરાંત કમ્યુનિટીહોલ સહિતની સુવિધા વિકસાવાઇ રહી છે. રૂ.૨૦ કરોડના અંદાજિત ખર્ચ પૈકી ૧૨ કરોડ ખર્ચ થઇ ચૂક્યો છે. હવે વડાપ્રધાન તરીકે મોદી તેના બે ફેઝનું ઉદ્‌ઘાટન કરશે.

આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી જામનગર જવા રવાના થશે. અહીં સૌની યોજનાના બીજા તથા ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.આણંદમાં જાહેરસભાને સંબોધિત કર્યા પછી તેઓ અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદના ગોતા નજીક શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે. એ પછી તેઓ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ જામનગર પહોંચશે. જામનગરમાં સૌની યોજના ફેઝ-2 સહિત રૂ. 8000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

11 ઓક્ટોબરના રોજ જામનગરથી રાજકોટના જામકંડોરણા પહોંચશે. અહીં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદ પરત ફરશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈ રૂ.1300 કરોડના આરોગ્ય સુવિધાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં જાહેર જનતાને સંબોધિત કરશે. ગુજરાતનો પ્રવાસ પૂરો કરીને મોદી મહારાષ્ટ્રના ઉજ્જૈનમાં જશે અને મહાકાલની પૂજા કરશે. મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે અમદાવાદના અસારવામાં મંજુશ્રી મિલ્સ કમ્પાઉન્ડ ખાતે ભારતના સૌથી મોટા મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેનાથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર એક નવી સફરનો પ્રારંભ કરશે. 850 બેડની ક્ષમતા ધરાવતા આધુનિક સેન્ટરનું નિર્માણ રૂ. 408 કરોડના ખર્ચે કરાયું છે. મલ્ટીપલ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ હાથ ધરવા માટે અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક અને ક્લિનિકલ સુવિધાઓથી સજ્જ છે. આ સેન્ટર પ્રી અને પોસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ કેરની જરૂરિયાત ધરાવતા મોટી સંખ્યામાં દર્દીઓને સમાવી શકે છે.

વન ગુજરાત, વન ડાયાલિસિસ પ્રોગ્રામ

મોદી વન ગુજરાત, વન ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ સમગ્ર ગુજરાતમાં 188 ડાયાલિસિસ સેન્ટર્સનું લોકાર્પણ કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ તમામ 252 તાલુકામાં ડાયાલિસિસની સુવિધા પૂરી પાડવાનો છે.

LEAVE A REPLY

two + 14 =