બે મહિના અગાઉ અન્ય એક વ્યક્તિની હત્યાના પ્રયાસનો ‘બદલો’ લેવાના ઇરાદે મોહમ્મદ ઉસ્માન મિર્ઝાની હત્યા કરવા બદલ 18 વર્ષીય યુવાન સહિત પાંચ લોકોને દોષિત ઠેરવી આજીવન કેદની સજા કરવામાં આવી છે. મિત્રોમાં સ્પેક્સ તરીકે ઓળખાતા મોહમ્મદ ઉસ્માન મિર્ઝાની 19 નવેમ્બર 2019ના રોજ છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

વિન્ડસર રોડ, ઇલફર્ડના લંડન બેકા (ઉ.વ. 20), પર્સી રોડ, ઇલફર્ડના શારિક ખાન (ઉ.વ. 21), અને હેમ્પટન રોડ, ઇલફર્ડના હસન રિયાઝ (ઉ.વ. 22)ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. લોસન ક્લોઝ, ઇલફોર્ડના 21 વર્ષીય ટાયલર મૂરને ઉસ્માનની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને નોર્થબ્રૂક રોડ, ઇલફર્ડના 18 વર્ષીય ઓમરી થોમ્પસનને ઓછામાં ઓછી 15 વર્ષની સજા સાથે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આ હુમલો પૂર્વ આયોજિત હતો અને ઉસ્માનને શારિક ખાન પોતાની સાથે કારમાં રેડબ્રિજના ક્લેહોલમાં ગેરેજના બ્લોકમાં લઈ ગયો હતો. જ્યાં ઓચિંતો હુમલો કરી તેની હત્યા કરાઇ હતી.

હુમલાખોર દ્વારા ત્રણ ગેટવે વાહનોનો ઉપયોગ કરાયો હતો અને હુમલા પછી બે કારને સળગાવી દેવામાં આવી હતી. ઉસ્માનની હત્યા માટે એક ઝીણવટભરી યોજના ઘડી તે પહેલા જ

મોટાભાગના વાહનો ચોરવામાં આવ્યા હતા.

ગેશમ એવન્યુ, ગેન્ટ્સ હિલના મોઇઝ બંગશ, (ઉ.વ. 26) અને ફ્રાન્સિસ વે, ઇલફર્ડના જોનાથન માકેન્ગો (ઉ.વ. 25)ને માનવવધ માટે દોષિત ઠેરવાયા હતા અને તેમને સજા થવાની બાકી છે. 2021ની ટ્રાયલ દરમિયાન આઠમો માણસ દોષિત ન જણાયો.