ભાદરવી પૂનમના મેળામાં પ્રતિવર્ષ સેકડો લોકો અંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માતાજીના દર્શન કરવા ગયા છે ત્યારે અરવલ્લીના માલપુર નજીક ગઈકાલે રસ્તે જતા દાહોદ અને પંચમહાલ જિલ્લાના પદયાત્રીઓને એક ઇનોવા ગાડીએ હડફેટે લીધા, જેમાં છ પદયાત્રીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ દુઃખદ ઘટનામાં અન્ય યાત્રીઓ ઘાયલ પણ થયા છે.
આ ઘટનામાં પ્રાણ ગુમાવનાર છ પદયાત્રીઓના પરિજનોને પૂજ્ય મોરારીબાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજાર ની સહાય મોકલવામાં આવી રહી છે. કુલ ૩૦ હજાર રૂપિયાની આ રાશિ અમદાવાદસ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરાશે. આ ઘટનામાં પ્રાણ ગુમાવનારાઓના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે અને મૃતકના પરિવારજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

two × three =