ભારતના મધ્યપ્રદેશ રાજ્યના સિધી જિલ્લામાં 16 ફેબ્રુઆરી 2021ના રોજ એક બસ કેનાલમાં ખાબકી હતી. (ANI via REUTERS )

મધ્યપ્રદેશમાં સીધી જિલ્લામાં મુસાફરો ભરેલી એક બસ મંગળવારે કેનાલમાં ખાબકતા ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા હતા અને બીજા ઘણા લોકો પાણીમાં ડુબી ગયા હોવાની આશંકા હતી. આ સીધીથી સતના જઈ રહી હતી અને તેમાં આશરે 60 લોકો સવાર હતા.

બાણસાગરની નહેરમાં મુસાફરોથી ભરેલી બસ પડી જવાથી આ દુર્ઘટનામાં 32 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા તથા રાહત અને બચાવની કામગીરી ચાલુ હતી. ઘટના સ્થળે SDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે જોડાઈ હતી. આ દુર્ઘટના સવારે 8 વાગ્યા આસપાસ સર્જાઈ હતી. આ દુર્ઘટના અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારને રૂ.2 લાખની સહાયની જાહેરાત કરી હતી.

રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને 5 લાખના વળતરની જાહેરાત કરી હતી. આ દુર્ઘટનાના કારણે મુખ્યપ્રધાન ગૃહ પ્રવેશ યોજનાનો કાર્યક્રમ પણ સ્થગિત કરી દીધો છે.