પ્રતિકાત્મક તસવીર . (ANI Photo)

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામે આઠમના ગરબામા દરમિયાન સોમવારની રાત્રે મુસ્લિમ સમુદાયના 150 લોકોના ટોળાએ પથ્થમારો કરતાં છ લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું.

ઉંઢેલા ગામ ખાતેની આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ માટે પ્રયાસો ચાલુ છે. પથ્થમારોમાં હોમ ગાર્ડના જવાનોને પણ ઇજા થઈ હતી. પથ્થમારો કરનારા લોકોની ઓળખ કરવામાં આવી છે અને સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ખેડાના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે આરિફ અને ઝહીર તરીકે ઓળખાયેલા બે વ્યક્તિની આગેવાની હેઠળ લોકોનું ટોળું નવરાત્રી ગરબના સ્થળે ધૂસ્યું હતું અને બબાલ ચાલુ થઈ હતી. આ ટોળાએ પથ્થરો ફેંક્યા હતા. પોલીસે 10 જેટલી વ્યક્તિઓની ઓળખ કરી છે, જ્યારે 43 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.. આ ઉપરાંત 150 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફોર-વ્હીલર વાહનોના કાચ પણ તોડી નુકસાન કરવામાં આવ્યું હતું. અહીં ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હોવાનું સ્થાનિકો લોકોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

nine + eleven =