મ્યાનમારમાં લશ્કરી બળવા સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. યાન્ગોગ શહેરમાં 28 ફેબ્રુઆરી 2021ના રોજ પોલીસે બળપ્રયોગ કર્યો હતો. પોલીસની કાર્યવાહીથી બચવા માટે દેખાવકારોએ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. (REUTERS/Stringer)

મ્યાનમારમાં લશ્કરી બળવાની વિરુદ્ધમાં દેખાવો કરી રહેલા લોકો પર પોલીસ રવિવારે ગોળીબાર કરતાં ઓછામાં ઓછા 18 વ્યક્તિના મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. દેશમાં લશ્કરના બળવા પછી ઘણા સપ્તાહોમાંથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને દેખાવો કરી રહ્યાં છે, પરંતુ રવિવાર સૌથી વધુ હિંસક બન્યો હતો, એમ યુએન હ્યુમન રાઇટ્સ ઓફિસે જણાવ્યું હતું.

પોલીસે રવિવારે દેશના યાન્ગોન શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી બળપ્રયોગ ચાલુ કર્યો હતો અને દેખાવકારો પર ગોળીઓ વરસાવી હતી. પોલીસને સાથ આપવા માટે લશ્કરી જવાનો પણ ગોઠવવામાં આવ્યાં હતા. પોલીસે દેખાવકારોના ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ અને હવામાં પણ ફાયરિંગ કર્યું હતું. મીડિયા ઇમેજમાં દર્શાવ્યા બાદ ઘાયલ થયેલા લોકોને બીજા લોકો ઉચકીને લઈ જતાં હતા અને તેનાથી રસ્તા પણ રક્તરંજિત બન્યાં હતા. એક વ્યક્તિને છાતીમાં ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં તેનું મોત થયું હતું, એમ ડોક્ટર્સે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું.

યુ એન હ્યુમન રાઇટ્સ ઓફિસે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ અને લશ્કરી દળોએ બળપ્રયોગ કર્યો હતો. પોલીસ અને લશ્કરી જવાનોએ ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. યુએન હ્યુમન રાઇટ્સને મળેલી વિશ્વસનીય માહિતી મુજબ ઓછામાં 18 લોકોના મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા.
મ્યાનમારમાં પહેલી ફેબ્રુઆરીએ લશ્કરે બળવો કરીને આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કરી હતી. આ પછી મ્યાયમારમાં લશ્કરી શાસકો સામે લોકોએ બંડ પોકાર્યું છે અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. લશ્કરી બળવાની દુનિયાના દેશોએ ભારે ટીકા કરી હતા અને લોકશાહીનું ફરી સ્થાપના કરવાનો અનુરોધ કર્યો હતો.

એક રાજકીય નેતાના જણાવ્યા અનુસાર દવેઇ શહેરમાં ત્રણ લોકોના મોત થયા હતા. મ્યાનમારમાં અત્યાર સુધી 21 લોકોના મોત થયા છે. આર્મીએ જણાવ્યું હતું કે એક પોલીસ જવાનનું પણ મોત થયું હતું. હ્યુમન રાઇટ્સ વોચના ન્યૂ યોર્ક સ્થિત ડેપ્યુટી એશિયા ડિરેક્ટર ફિલ રોબર્ટસને જણાવ્યું હતું કે મ્યાનમારના સુરક્ષા દળોએ વિવિધ નગરો અને શહેરોમાં કરેલી કાર્યવાહી અસ્વીકાર્ય છે.