(PTI Photo)

દેશમાં સૌથી વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ અને બીડ જિલ્લામાં 25 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉનની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન જીવનજરુરી ચીજવસ્તુઓની દુકાનો સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ખૂલ્લી રહેશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. રોજેરોજ નોંધાઈ રહેલા કેસોની સંખ્યા 2020ના સ્તરને પણ પાર કરી ગઈ છે.

અગાઉ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે, કોરોનાનો પ્રસાર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સ્થિતિને કાબૂમાં લેવા માટે લોકડાઉનનો વિકલ્પ ખૂલ્લો છે. મહારાષ્ટ્રમાં નાગપુર ઉપરાંત, મુંબઈ અને પુણેમાં પણ નવા કેસો વધી રહ્યા છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને ચેતવણી આપી હતી કે જો પ્રજા ગંભીર નહીં થાય તો સરકાર પાસે લોકડાઉન લાદવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.