Gujarat state foundation day will be celebrated
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની ઉજવણીના એક કાર્યક્રમનું આયોજન લંડનની કેટલીક સંસ્થાઓ દ્વારા સંયુક્તપણે સોમવાર 1 મે 2023 ના રોજ સાંજે 5.30 વાગ્યાથી નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ હોલ, 26 બી, ટૂટીંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે કરવામાં આવ્યું છે.

નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, વન જૈન, છ ગામ નાગરીક મંડળ યુ.કે., ગુજરાતીઝ ઇન યુકે, હિંદુ ફોરમ ઓફ બ્રિટન, વિવેકાનંદ સેન્ટર, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, છ ગામ નાગરિક મંડળ યુકે અને ગ્લોબલ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા કાર્યક્રમમાં ગીતો, ગુજરાતની સરાહના કરતા પ્રેઝન્ટેશન, ગુજરાતી ગરબા નૃત્યનો સમાવેશ થાય છે. સંપર્ક: પ્રવિણ અમીન 07967 013 871.

LEAVE A REPLY

17 + sixteen =