ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર (10 જૂન)એ દક્ષિણ ગુજરાતના નવસારી નવસારીમાં રૂ.400 કરોડના ખર્ચ સાથે નવનિર્મિત નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર (10 જૂન)એ દક્ષિણ ગુજરાતના નવસારી નવસારીમાં રૂ.400 કરોડના ખર્ચ સાથે નવનિર્મિત નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. દેશની અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રોના (L&T)ના ચેરમેન અનિલ નાયકની પૌત્રીની યાદમાં બનાવવામાં આવેલી આ હોસ્પિટલની ક્ષમતા 500 બેડ છે. આ હોસ્પિટલથી સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના દર્દીઓને સારવાર મળશે. આ હોસ્પિટલમાં કાર્ડિયાક, પીડિયાટ્રિક, જનરલ સર્જરી, પીડિયાટ્રિક,વર્લ્ડ કલાસ સીટી એમઆરઆઈની પણ સુવિધા આપવામાં આવી છે.

હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાને કહ્યું હતું કે, અનિલભાઈએ ગામનું, પિતૃ, માતૃ અને સંતાનનું ઋણ ચૂકવ્યું છે.L&T ગ્રુપના ચેરમેન અનિલ નાયકની પૌત્રી નિરાલી અઢી વર્ષની ઉંમરે કેન્સરને કારણે મૃત્યુ પામતા તેણીની યાદમાં આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ.એમ. નાયક અને તેમનો પરિવાર જે કપરા સમયથી પસાર થયો. તેવા સમયથી અન્ય કોઈને પસાર ન થવું પડે તેનો સંકલ્પ આ પ્રોજેક્ટમાં જોવા મળે છે.