Navratri Festival
. (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)
  • શ્રી લોહાણા મહાજન લેસ્ટર દ્વારા શ્રીમતી નીતિબેન મહેશભાઇ ધીવાલા સેન્ટર, હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 4GG ખાતે નવરાત્રી ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. મોનાબેન આચાર્ય અને પાર્ટી રાસગરબાનો લાભ આપશે. સંપર્ક: 0116 266 4642.
  • ગુજરાતી આર્ય એસોસિએશન, લંડન દ્વારા નવરાત્રી ફેસ્ટિવલ 2022નું શાનદાર આયોજન કેન્ટન હોલ, વુડકોક હિલ, કેન્ટન HA3 0PQ ખાતે રોજ સાંજે 30થી 11 દરમિયાન કરાયું છે. સોમવાર 3જી ઑક્ટોબર 2022 ના રોજ આઠમ ઉજવાશે. આ પ્રસંગે બાળ નવરાત્રીનું આયોજન શનિવાર તા. 2 ઓક્ટોબરના રોજ બપોરે 1થી 4-30 દરમિયાન હોલ ખાતે કરાયું છે. સંપર્ક: પ્રિયા 07967 826 260.
  • લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા નવરાત્રી ફેસ્ટિવલ 2022નું આયોજન ધામેચા લોહાણા સેન્ટર (DLC) ખાતે કરાયું છે. શનિવાર 8 ઓક્ટોબર 2022ના રોજ શરદ પૂનમ યોજાશે. સંગીત અનુરાધા, કિરણ અને સ્ટ્રીંગ રજૂ કરશે. આ કાર્યક્રમ ઝૂમ અને ફેસબુક પર પણ ટેલિકાસ્ટ કરાશે. સંપર્ક: રોનક પાવ 07803 589 429 અને દિનેશ સોનછત્રા 07956 810 647.
  • LCNL મહિલા મંડળ દ્વારા 1લી ઑક્ટોબર 2022 શનિવારના બપોરે 1-30થી 5 દરમિયાન રોજ ધામેચા લોહાણા સેન્ટર (DLC) ખાતે લેડીઝ ગરબા આફ્ટરનૂનનું આયોજન કરાયું છે. સંપર્ક: જયશ્રી ગઢીયા 07756 465 782.
  • યંગ લોહાણા સોસાયટી (YLS) દ્વારા આ વર્ષે ધામેચા લોહાણા સેન્ટર (DLC) ખાતે ચિલ્ડ્રન્સ ગરબાનું આયોજન રવિવાર 2થી શનિવાર 8મી ઓક્ટોબર 2022ના રોજ બપોરે 3.30 કલાકે કરાયું છે. જેમાં આરતીની સજાવટ, ગરબા, દાંડિયા અને રાસનો લાભ મળશે. બધા બાળકોની સાથે જવાબદાર પુખ્ત વ્યક્તિ હોવા જરૂરી છે.

LEAVE A REPLY

eleven + 2 =