Neasdon Swaminarayan Temple supported a local foodbank on the occasion of Diwali

લંડનના મેયર સાદિક ખાન, યુનાઈટેડ કિંગડમમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી તા. 24 અને 26 ઑક્ટોબરના રોજ ‘પ્રકાશના તહેવાર’ દિવાળી અને હિન્દુ નૂતન વર્ષની ઉજવણી કરવા માટે સ્થાનિક સમુદાયના હજારો લોકો સાથે જોડાયા હતા.

નીસડન મંદિરના સર્જક પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી જયંતિ સાથે તેમના સંદેશ, “અન્યના આનંદમાં આપણું પોતાનું ભલુ છે”ને અનુરૂપ નીસડન મંદિર દ્વારા આ વર્ષે દિવાળી પર્વે સ્થાનિક ફૂડ બેન્ક્સને મદદ કરી હતી. ‘કમ્યુનિટી ફૂડ ડ્રાઇવ’ અંતર્ગત નીસડન મંદિર અને દેશભરના અન્ય BAPS હિંદુ મંદિરો દ્વારા વધતા જતા ખર્ચથી પ્રભાવિત સ્થાનિક ફૂડબેંક અને શેલ્ટરહોમ્સને ખાદ્ય ચીજવસ્તુઓનું દાન કરાશે.

તહેવારોની શરૂઆત સોમવાર, દિવાળીના દિવસે થઈ હતી, જેમાં એક સુંદર પેરોમ્યુઝિકલ ફાયરવર્ક્સનું આયોજન કરાયું હતું. આ આતશબાજીએ મંદિરના શિખરોથી ઉંચે જઇ નોર્થ લંડનના આકાશને પ્રકાશિત કર્યું હતું. દિવાળીના રંગો, અવાજો અને સ્વાદોનો આનંદ માણવા માટેનો આ કાર્યક્રમ તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના મિત્રો અને પરિવારોને એકસાથે લાવ્યો હતો.

મંદિર દ્વારા 26ના રોજ હિન્દુ નવા વર્ષ પ્રસંગે ‘અન્નકુટ’નું આયોજન કરાયું હતું. આ પ્રસંગ માટે સેંકડો ખાદ્ય વાનગીઓ અને વ્યંજનો પ્રેમથી તૈયાર કરાયા હતા જેને કલાત્મક રીતે ગોઠવાઇ હતી. નવા વર્ષના પ્રથમ ભોજન તરીકે દેવતાઓને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલ પવિત્ર અન્નકૂટ પછીથી ભક્તો, સ્વયંસેવકો અને મુલાકાતીઓમાં વહેંચવામાં આવ્યો હતો.

લંડનના મેયર, સાદિક ખાને કહ્યું: “હું આ મંદિર સાથે સંકળાયેલા દરેકનો – સંતો, ટ્રસ્ટીઓ, સ્વયંસેવકોનો આભાર માનું છું. તમે હિન્દુ ધર્મના અદ્ભુત ધર્મ માટે દીવાદાંડી છો. પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના મહાન ઉપદેશોમાંના એક ‘બીજાના આનંદમાં આપણો પોતાનો આનંદ છે’ – તે સંદેશને આ મંદિર શીખવે છે. મને આ મહાન શહેરના મેયર તરીકે ગર્વ આપો છો.”

મંદિર દ્વારા કરાયેલા ભોજનના દાન પર પ્રતિબિંબિત કરતા, શ્રી લેમીએ ટિપ્પણી કરી હતી કે “એ જાણવું ખાસ છે કે કેટલાય લોકોને આ મહાન મંદિરમાંથી પ્રસાદ દ્વારા પોષણ અને સમર્થન પ્રાપ્ત થશે.”

શ્રી દોરાઈસ્વામીએ મિત્રો, પડોશીઓ અને તમામ સમુદાયોના લોકોને આ અદ્ભુત મંદિરમાં લાવવા અને સમાનરૂપે આશીર્વાદ મેળવી તેની કરુણા વહેંચવા માટે દરેકને પ્રોત્સાહિત કર્યા હતા.

નીસડન મંદિરના વડા પૂ. યોગવિવેકદાસ સ્વામીએ જણાવ્યું હતું કે “દિવાળી અને હિન્દુ નવું વર્ષ યુકેમાં સમુદાયોમાં સદ્ભાવના, સખાવત અને સંવાદિતાના મૂલ્યો લાવે છે, જે કદાચ આજના કરતાં વધુ મહત્ત્વપૂર્ણ ક્યારેય નહોતું. આ વર્ષે અમારી ઉજવણીમાં એવા લોકોની સેવા કરવાનું નક્કી કર્યું છે જેમને પહેલા કરતા અમારી વધુ જરૂર છે. કારણ કે આપણે પ્રતિકૂળતાઓને સાથે મળીને સામનો કરીએ છીએ.”

LEAVE A REPLY

13 − eight =