Nepali Prime Minister K.P Sharma Oli (R) greets Indian Prime Minister Narendra Modi during a guard of honour in Kathmandu on May 11, 2018. - Indian Prime Minister Narendra Modi arrived in Nepal May 10 for a two-day visit aiming to reset strained relations between India and its small northern neighbour. Modi landed in the southern city of Janakpur where he will offer prayers at a famed Hindu temple. (Photo by Ashok DULAL / AFP) (Photo credit should read ASHOK DULAL/AFP via Getty Images)

નેપાલના ઉચ્ચ સદન એટલે કે રાષ્ટ્રીય સભાએ પણ દેશના નવા નક્શાને મંજૂરી આપી દીધી છે, જેમાં ભારતના કેટલાક વિસ્તારને નેપાળનો ભૂભાગ ગણાવ્યો છે. નેપાળની રાષ્ટ્રીય સભાએ આજે લગભગ પૂર્ણ બહુમત સાતે આ પ્રસ્તાવને પાસ કર્યો છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી સાથે નક્શાને નેપાળના રાષ્ટ્ર ચિન્હમાં સ્થાન આપવામાં આવશે.

ભારત સાથે વાતચીના પ્રસ્તાવને નજરઅંદાજ કરીને સત્તારુઢ કેપી શર્મા ઓલી સરકારે આ પ્રસ્તાવને પહેલા પ્રતિનિધિ સભા અને ફરી રાષ્ટ્રીય સભામાં પાસ કરાવી દીધો છે. રાષ્ટ્રીય સભામાં આ પ્રસ્તાવના પક્ષમાં 57 મત મળ્યા હતા.

નવા નક્શામાં નેપાળે કાલાપાણી, લિંપ્યાધુરા અને લિપુલેખને પોતાનો હિસ્સો દર્શાવ્યો છે, જ્યારે ભારત નવા નેપાળી નક્શાને નકારી ચૂક્યું છે. તેમનું કહેવું છે કે, નેપાળ સરકારના દાવામાં ના તો ઐતિહાસિક પુરાવા છે ન તો કોઈ તથ્યાત્મક આધાર છે.

સૂત્રો અનુસાર નેપાળની ઓલી સરકાર પોતાના રાજકીય ઔજારની જેમ આ નક્શાનો ઉપયોગ કરી રહી છે. ભારત દ્વારા આપવામાં આવેલા વાતચીતના પ્રસ્તાવને અવગણીને, બાકી રહેલા સરહદ વિવાદના સમાધાન માટે બંધારણ સુધારા પાછળ રાજકીય ફાયદાઓનું હેતુ હોવાનો કહેવામાં આવી રહ્યો છે.

જો કે, ભારતે હાલમાં પણ પોતાની પાડોશી નેપાળ સાથે સહયોગ અને સંવાદ માટે તૈયાર છે. મહત્વપૂર્ણ છે કે ભારત અને નેપાળ વચ્ચે કાલાપાણી અને નરસાહી સુસ્તાની સરહદ વિવાદના સમાધાન માટે છેલ્લા બે દાયકાથી વાતચીત ચાલી રહી છે.