Inauguration of the new Cricket Center at Merchant Taylors School
મર્ચન્ટ ટેલર્સના ચેર ઓફ ગવર્નર્સ ડંકન એગર, અમાન્દા હિલ (જુલિયન હિલની બહેન), હેડ માસ્ટર સિમોન એવર્સન અને યર 9 મિડલસેક્સ ક્રિકેટર રિશી

મર્ચન્ટ ટેલર્સ સ્કૂલમાં જુલિયન હિલ ક્રિકેટ સેન્ટરનું મર્ચન્ટ ટેલર્સના હેડ માસ્ટર સિમોન એવર્સન અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં 31 ઓક્ટોબરે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જુલિયન હિલ ક્રિકેટ સેન્ટર મિડલસેક્સ સીસીસી અને સનરાઇઝર્સ સહિતની સ્કૂલ અને ક્રિકેટ સમુદાય માટે એક અદભૂત સેન્ટર હશે.

નવા સેન્ટરમાં વિશેષ બોલિંગ લેન હશે, જે સ્પિન અને સીમ બંને બોલિંગ માટે ઉપયોગી બનશે. તેમાં સ્પેશ્યલ ફિલ્ડિંગ એરિયા, વીડિયો એનાલિસિસ ઇક્વિપમેન્ટ, વ્યૂઇંગ ગેલેરી અને ઇવેન્ટની સ્પેસ હશે.

આ પ્રસંગે હેડ માસ્ટર ઉપરાંત સાથે ગવર્નર્સના ચેરમેન ડંકન એગર, જુલિયનની બહેન અમાન્દા હિલ તથા એમટીએસ યર 9ના વિદ્યાર્થી અને મિડલસેક્સ અંડર-13ના ખેલાડી રિશી ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રોજેક્ટ માટે અમાન્દા હિલે 1 મિલિયન પાઉન્ડની ભેટ આપી હતી. આ પ્રસંગે પ્રોજેક્ટના અન્ય મુખ્ય દાતાઓ સ્કૂલ ગવર્નર, મિડલસેક્સ સીસીસી સ્ટાફના સભ્યો, સ્પોર્ટ્સ ક્લબહાઉસીસ અને બૂમ કન્સ્ટ્રક્શનના પ્રતિનિધિઓ અને સ્કૂલ પ્રોજેક્ટ ટીમના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.

 

Middlesex player Tim Murtagh and Middlesex Club Coach Rory Coutts pictured with MTS Year 9 pupils, Rishi, Rishane and Eashan

LEAVE A REPLY

6 + 16 =