New research: New York City is sinking under pressure from its skyscrapers

ન્યૂયોર્ક ગગનચૂંબી બિલ્ડિંગોના શહેર તરીકે જાણીતું છે. પરંતુ તેની આ મહત્ત્વની લાક્ષણિકતા નિરાશા અને તેના વિનાશનું કારણ બની શકે છે. ન્યૂયોર્ક પોસ્ટ દ્વારા ટાંકવામાં આવેલા સંશોધન મુજબ, એક મિલિયનથી વધુ અને લગભગ 1.7 ટ્રિલિયન પાઉન્ડ વજન ધરાવતી આકાશ આંબતી બિલ્ડિંગો શહેરને ડૂબાડી રહી છે.

સાયન્ટિફિક જર્નલ અર્થ્સ ફ્ચૂચરમાં પ્રકાશિત થયેલા સંશોધન રીપોર્ટ મુજબ, નિષ્ણાતોએ ન્યૂયોર્કની બિલ્ડિંગો જેની માટી, રેતી શહેર વસ્યુ છે તેના મિશ્રણ પર દબાણની ગણતરી કરી હતી. તેમનું સંશોધન સૂચવે છે કે, ન્યૂયોર્ક શહેર સરેરાશ દર વર્ષે એકથી બે મિલીમીટરના દરે ડૂબી રહ્યું છે. લોઅર મેનહટ્ટન જેવા વિસ્તારો ઝડપથી ડૂબી રહ્યા છે.

સંશોધનના રીપોર્ટ મુજબ, આ સ્થિતિ જોખમી છે અને તેના કારણે શહેર કુદરતી આફતો સામે નિર્બળ બને છે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “ન્યૂયોર્ક પૂરના સંકટથી મહત્ત્વપૂર્ણ પડકારોનો સામનો કરી રહ્યું છે, જે નોર્થ અમેરિકાના એટલાન્ટિક કિનારે સમુદ્રની સપાટીમાં વધારો થવાના ખતરાથી વૈશ્વિક સરેરાશ કરતાં ત્રણથી ચાર ગણો વધુ છે.”

રીસર્ચ પેપરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “બિલ્ડિંગના પાયા ખારા પાણીના વારંવાર સંપર્કમાં આવવાથી સ્ટીલ પર કાટ ચડીને ખવાઇ જાય છે અને રાસાયણિક રીતે કોંક્રિટનું કામ નબળું પડી શકે છે, જેના કારણે બિલ્ડિંગનું માળખું નબળું બને છે.”

1 COMMENT

  1. Hello there, I found your website by way of Google whilst
    looking for a comparable subject, your site came
    up, it seems good. I’ve bookmarked it in my google bookmarks.

    Hi there, simply turned into alert to your weblog through
    Google, and located that it is truly informative. I am going to watch out
    for brussels. I will be grateful if you happen to proceed this
    in future. A lot of other folks can be benefited out of your
    writing. Cheers!

LEAVE A REPLY

thirteen + 3 =