Finance Minister rejects opposition allegations of green budget for Adani
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બુધવારે નવી દિલ્હીમાં સંસદના બજેટ સત્રના બીજા દિવસે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરે છે. (ANI ફોટો/ (ANI Photo/Sansad TV)

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે બુધવારે બે વર્ષ માટે 7.5 ટકાના ફિકસ્ડ વ્યાજ દર સાથે ‘મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ’ની જાહેરાત કરી હતી. ડિપોઝીટ મહિલા અથવા બાળકીના નામે કરી શકાય છે. મહત્તમ જમા રકમ 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને આ યોજનામાં આંશિક ઉપાડની સુવિધા પણ હશે.

નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે “મહિલા સન્માન બચત પત્ર’ હેઠળ એક વખતની નવી નાની બચત શરૂ કરાશે. મહિલાઓ અને છોકરીઓ માટે ડિપોઝિટ સુવિધા 7.5 ટકાના વ્યાજ દર સાથે બે વર્ષ માટે રહેશે. તેમણે કહ્યું હતું કે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે, ગ્રામીણ મહિલાઓને એકત્ર કરીને 81 લાખ સ્વ-સહાય જૂથો બનાવવામાં આવ્યા છે.

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણની મર્યાદામાં વધારો

નાણાપ્રધાને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)માં મહત્તમ રોકાણની મર્યાદાને હવે રૂ. 15 લાખની સરખામણીએ વધારીને રૂ. 30 લાખ કરવાની પણ જાહેરાત કરી હતી. પોસ્ટલ માસિક આવક યોજનામાં પણ મર્યાદામાં કરાયો છે. આ સ્કીમમાં હવે એક નામના કિસ્સામાં હવે રૂ. 4.5 લાખની સરખામણીમાં રૂ. 9 લાખનું રોકાણ કરી કરાશે. ઊંચા ફુગાવાના સમયમાં નિયમિત આવક શોધી રહેલા રોકાણકારો માટે મર્યાદામાં વધારો રાહતરૂપ છે. આ યોજનાઓમાં સરકારનું સમર્થન છે.

LEAVE A REPLY

sixteen − 1 =