Risk of stroke with Pfizer's covid booster and flu dose
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ સામે સતત રક્ષણ પૂરું પાડવા માટે વિશ્વમાં કોરોનાની રસીઓ વધુ અસરકારક બનાવવાની જરૂર છે. WHOના ટેકનિકલ સલાહકાર જૂથ અને કોરોના રસીની રચના અંગેના 18 નિષ્ણાતોના જૂથે મંગળવારે જણાવ્યું હતું કે વર્તમાન રસીઓ ગંભીર રોગ અને વેરિયન્ટ્સને કારણે થતા મૃત્યુ સામે ઉચ્ચ સ્તરનું રક્ષણ પૂરું પાડે છે. પરંતુ ભવિષ્યમાં આપણે એવી રસીઓ વિકસાવવાની જરૂર છે જે સંક્રમણને અટકાવી શકે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપતા કહ્યુ છે કે, હાલમાં કોરોનાની જે રસીઓ ઉપલબ્ધ છે તેનો બૂસ્ટર ડોઝ પૂરતો નથી અને કોરોના સંક્રમણથી બચવા માટે હજી પણ વધારે અસરકારક વેક્સીનની જરુર છે. WHOના નિષ્ણાતોએ એવી પણ ચેતવણી આપી છે કે, આગામી છ થી આઠ સપ્તાહમાં યુરોપની અડધી વસતી કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થઈ જશે.

સંસ્થાએ જણાવ્યું કે, આ દરમિયાન કોરોના વાયરસ સામેની વેક્સીના ડોઝ વધુ અસરકારક બનાવવાની જરૂર છે, જેથી વાયરસને ફેલાતો અટકાવી શકાય. WHOએ જણાવ્યું કે, એવી જ કમ્પોઝિશનની જરૂર છે જે આનુવંશિક અને એન્ટિજેનિક રીતે ઝડપથી ફેલાતા વેરિયન્ટની નજીક છે, જે વારંવાર બૂસ્ટર ડોઝની જરૂરિયાતને ઘટાડે અને વ્યાપક, મજબૂત અને લાંબા સમય સુધી ચાલતી પ્રતિક્રિયાઓ આપે.

નિષ્ણાતોએ કોરોના રસી ઉત્પાદકોને વર્તમાન અને ઓમિક્રોન-વિશિષ્ટ રસીઓના પ્રદર્શન પર ડેટા પ્રદાન કરવા પ્રોત્સાહિત કર્યા છે, જેથી રસીની કમ્પોઝિશનમાં ક્યારે ફેરફારની જરૂર પડી શકે તે નક્કી કરવામાં મદદ મળે. વર્તમાન ઓમિક્રોન વેરિયન્ટના સંદર્ભમાં નિષ્ણાતોએ વર્તમાન કોરોના રસીઓની વ્યાપક વૈશ્વિક પહોંચના મહત્વ પર ભાર મૂક્યો હતો.