Sunak launched a crackdown on anti-social behaviour
(Photo by Dan Kitwood/Getty Images)

શનિવારે 31 તરીકે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બ્રિટિશ વડા પ્રધાન તરીકેના તેમના પ્રથમ નવા વર્ષના સંદેશમાં ઋષિ સુનકે સાવચેતીભરી નોંધ સાથે ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘’યુકેની સમસ્યાઓ 2023 માં દૂર થશે નહીં, 12 મહિનાના અંતના કઠિન મહિનાઓ દરમિયાન સરકારે આકરા પરંતુ ન્યાયી નિર્ણયો લીધા છે.’’ સુનકે મહત્વની બાબતો પર નિરંતર કામ કરવાના પોતાના વચનને પુનરોચ્ચાર કર્યો હતો.

બ્રિટિશ રાજકારણ માટે તોફાની વર્ષ દરમિયાન સંઘર્ષ કરનાર બે પુરોગામીઓ બોરિસ જૉન્સન અને લિઝ ટ્રસ પદ પરથી હટ્યા બાદ વિકટ પળે દેશનું સુકાન સંભાળનાર સુનકે કહ્યું હતું કે  “હું ડોળ કરવાનો નથી કે નવા વર્ષમાં આપણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. પરંતુ 2023 આપણને વિશ્વના મંચ પર બ્રિટનનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તક આપશે. જ્યાં પણ આપણે જોખમમાં હોઈએ ત્યાં સ્વતંત્રતા અને લોકશાહીની રક્ષા કરીએ છીએ.

યુક્રેનમાં “બર્બર” યુદ્ધને પ્રબળ પડકારોમાંના એક તરીકે ઓળખાવતા સુનકે જણાવ્યું હતું કે “જેમ આપણે અભૂતપૂર્વ વૈશ્વિક રોગચાળામાંથી બહાર આવ્યા છીએ તેમ, રશિયાએ સમગ્ર યુક્રેનમાં એક અસંસ્કારી અને ગેરકાયદેસર આક્રમણ શરૂ કર્યું છે. તેની વિશ્વભરમાં ઊંડી આર્થિક અસર પડી છે. હું જાણું છું કે તમારામાંના ઘણાએ ઘરે આ અસર અનુભવી છે. તેથી જ આ સરકારે ઉધારી અને દેવું નિયંત્રણમાં લાવવા મુશ્કેલ પરંતુ ન્યાયી નિર્ણયો લીધા છે. અને તે નિર્ણયોને લીધે જ અમે એનર્જી બિલની વધતી કિંમત સાથે સૌથી વધુ સંવેદનશીલ લોકોને મદદ કરવામાં સક્ષમ થયા છીએ.”

સુનકે વચન આપ્યું હતું કે “બ્રિટનનું ખૂબ જ શ્રેષ્ઠ આગામી મહિનાઓમાં પ્રદર્શિત કરવામાં આવશે. અમે યુક્રેનને સતત સમર્થન આપવાનું વચન આપીએ છીએ અને 6 મેના રોજ કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેક થશે. ત્રણ મહિના પહેલા, હું ડાઉનિંગ સ્ટ્રીટના પગથિયાં પર ઊભો હતો અને વચન આપ્યું હતું કે હું તમારા માટે સૌથી મહત્વની બાબતો પર સતત કામ કરીશ. ત્યારથી, આ સરકારે રેકોર્ડ સંસાધનો સાથે આપણી NHSને સમર્થન આપવા માટે નિર્ણાયક પગલાં લીધાં છે. અમે ગેરકાયદેસર માઇગ્રેશનનો પણ સામનો કરી રહ્યા છીએ અને ગુનેગારોને આપણી એસાયલમ પ્રણાલીનો દુરુપયોગ કરતા અટકાવીએ છીએ.’’

વિપક્ષી લેબર પાર્ટીના નેતા, સર કેર સ્ટાર્મરે તેમના નવા વર્ષના સંદેશમાં જણાવ્યું હતું કે “વિતેલું વર્ષ ખૂબ જ મુશ્કેલ વર્ષ હતું અને બ્રિટન વધુ ન્યાયી, હરિયાળો, વધુ ગતિશીલ દેશ બને તે માટે રાજનીતિ કરવાની રીત બદલવાની જરૂર છે અને બ્રિટન તે માટે પાત્ર છે.”

લિબરલ ડેમોક્રેટ નેતા સર એડ ડેવીએ પણ 2022 ના “કઠિન” સમય તરફ ધ્યાન દોરી કહ્યું હતું કે નવું વર્ષ પાનુ ફેરવવાની અને આગળ જોવાની તક છે.

LEAVE A REPLY

eighteen − eight =