New Zealand Prime Minister Jacinda Ardern announces resignation
(Photo by Hagen Hopkins/Getty Images)

ભારતમાં કોરોનાના દૈનિક કેસો સતત બે દિવસથી એક લાખથી વધુ નોધાઈ રહ્યા છે ત્યારે ન્યુઝીલેન્ડે ભારતમાંથી આવતા તમામ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ 11મી એપ્રિલથી લાગુ પડશે અને 28 એપ્રિલ સુધી અમલમાં મુકાશે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અડર્ને ગુરુવારે જાહેરાત કરી હતી.

યુઝીલેન્ડના નાગરિક હોય તેમના માટે પણ ભારતથી પરત આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડાપ્રધાન જેસિંડાએ જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ન્યુઝીલેન્ડની સરહદ પર ગુરુવારે 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમાંથી 17 લોકો ભારતમાંથી આવ્યા હતા. તેનાથી ન્યૂઝિલેન્ડ આ પગલું લીધું છે.

કોરોના મહામારીની પરિસ્થિતિને અસરકારકરીતે સંભાળવા માટે ન્યુઝીલેન્ડના વિશ્વભરમાં વખાણ થયા હતા. ન્યુઝીલેન્ડનો સમાવેશ એવા દેશોમાં થયો હતો જ્યાં એક સમયે કોરોનાનો એક પણ કેસ સક્રિય નહોતો. પાછલા 40 દિવસમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનનો એક પણ કેસ નોંધાયો નથી.