Increase in corona again in India
(Photo by Jane Barlow - WPA Pool/Getty Images)

અમદાવાદ સ્થિત પ્રખ્યાત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)માં છેલ્લાં 3 દિવસમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આ સંસ્થાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. રવિવારે 16 કેસ નોંધાયા હતા. આ કેસોની તપાસ સાથે સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સત્તાવાળાઓએ વાયરસના ફેલાવાને રોકવાના પ્રયાસમાં નવી બોય હોસ્ટેલ અને પ્રીમિયર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના અન્ય બ્લોકને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે.

અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસમાં NIDના 24 વિદ્યાર્થીઓ કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. તેઓને હોસ્ટેલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જેને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીએ ઉમેર્યું કે, સંસ્થાના હોસ્ટેલ અને બ્લોક-સીમાં કુલ 178 વિદ્યાર્થીઓને અલગ રાખવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને NIDની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, NIDમાં કોરોના કેસોમાં તીવ્ર ઉછાળાની સાથે શહેરમાં રવિવારે સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા કુલ 37માંથી 34 નવા કેસ એકલા અમદાવાદમાં નોંધાયા હતા. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 147 થઈ ગઈ હતી.