Radio DJ Nihal Arthanayake addresses guests at the British Asian Trust dinner in central London on February 3, 2015. Prince Charles was joined by more than 300 guests at a Dinner to support the British Asian Trust's work in empowering disadvantaged people in South Asia to transform their lives. AFP PHOTO / LEON NEAL / POOL (Photo credit should read LEON NEAL/AFP via Getty Images)

શ્રીલંકન મૂળના જાણીતા બ્રિટિશ એશિયન બીબીસી પ્રસ્તુતકર્તા અને  BBC રેડિયો 5 લાઈવના હોસ્ટ નિહાલ અર્થનાયકેએ જણાવ્યું છે કે એશિયન પરિવારો યુકેમાં ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે છે કારણ કે આ વિસ્તારો ‘શ્વેત અને મધ્યમ વર્ગ’ છે અને તેઓ ‘લઘુમતીઓ સાથે મૈત્રીપૂર્ણ’ નથી. સોશિયલ મીડિયા ટ્રોલ્સે એવી છબી બનાવી છે જેથી બિન-શ્વેત મુલાકાતીઓને દેશના સૌથી પ્રખ્યાત લેન્ડસ્કેપ્સમાંથી દૂર લઈ જાય છે.

અર્થનાયકેએ જણાવ્યું હતું કે ‘’માન્ચેસ્ટર અને શેફિલ્ડમાં લઘુમતી સમુદાયો નજીક રહેતા હોવા છતાં, થોડા એશિયન પરિવારો જ લેક ડિસ્ટ્રિક્ટ જેવા સ્થળોની મુલાકાત લે છે. જો કે, ગ્રામ્ય વિસ્તારોમાં ચાલનારાઓ એશિયન સમુદાયના મુલાકાતીઓને જોઈને ખુશ થાય છે. જ્યારે તમે ત્યાં બહાર જાઓ છો, ત્યારે તમને જોઇને લોકો ખુશ થાય છે. ત્યાં રહીને આનંદ થાય છે અને તમને જોઈને આનંદ થાય છે. મારા મતે, યુકે પૃથ્વી પરના સૌથી સહિષ્ણુ દેશોમાંનો એક છે.’’

LEAVE A REPLY

11 + 12 =