Nikki Haley: The presidency has all the qualifications
(Photo by OLIVIER DOULIERY/AFP via Getty Images)

વ્હા ઇટ હાઉસમાં જવાની ઇચ્છા દર્શાવી ચૂકેલા ઇન્ડિયન અમેરિકન રીપબ્લિકન નેતા નિક્કી હેલીમાં દેશનાં નવાં પ્રેસિડેન્ટ બનવાની તમામ લાયકાત અને નેતૃત્ત્વ ક્ષમતા હોવાનું ઘણા પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન્સ માની રહ્યા છે. 51 વર્ષના હેલીએ ગત સપ્તાહે પોતાને 2024માં પ્રેસિડેન્ટપદના દાવેદાર તરીકે રજૂ કર્યા છે. તેમણે એક સમયના પોતાના વડા અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા 20મી સદીના જુના વિચારો ધરાવતા રાજનેતાઓના વિકલ્પરૂપે પોતાને યુવા અને નવા ઉમેદવાર તરીકે રજૂ કર્યા છે.

નિક્કી હેલી અગાઉ સાઉથ કેરોલિનાના ગવર્નર તરીકે બે ટર્મ રહી ચૂક્યા છે અને પ્રેસિડેન્ટ પદ માટે દાવેદારી નોંધાવનાર તેઓ ત્રીજા ઇન્ડિયન અમેરિકન છે. અગાઉ 2016માં બોબી જિન્દાલે અને 2020માં કમલા હેરિસે આ પદ માટે દાવેદારી કરી હતી હેરિસ અત્યારે દેશનાં વાઇસ પ્રેસિડેન્ટ છે.

ઇન્ડિયાસ્પોરાના સ્થાપક એમ. આર. રંગાસ્વામીએ જણાવ્યું હતું કે, સાઉથ કેરોલાઈનાના ગવર્નર રહી ચૂકેલા નિક્કી હેલી પ્રેસિડેન્ટપદની તમામ યોગ્યતા ધરાવે છે અને તેમને યુનાઇટેડ નેશન્સમાં યુએસ એમ્બેસેડર તરીકે વિદેશ નીતિનો અનુભવ પણ છે. રીપબ્લિકન પાર્ટીમાં ઇન્ડિયન અમેરિકન્સનો ઉદય વધુ ખુશીની બાબત છે.

નિક્કી હેલીને 30 કરતાં વધુ વર્ષથી ઓળખતા સાઉથ કોલમ્બિયાના રાજ વાસુદેવાએ જણાવ્યું હતું કે, તેઓ બહુમતી મધ્યમાર્ગીય વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની વિચારધારા કટ્ટરવાદી નથી. તેમણે સાઉથ કેરોલિનામાં અદભુત કામ કર્યું છે. વાસુદેવા અને તેમનાં પત્ની પ્રેસિડેન્ટના કેમ્પેઇનના અધિકૃત લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમને તેમનામાં વિશ્વાસ છે.

તેમની પાસે વિશાળ હૃદય અને વિશાળ વિચારશક્તિ છે. અમને વિશ્વાસ છે કે તેઓ બંને પક્ષોને સાથે લાવી શકે છે. મને લાગે છે કે, તેઓ દેશ માટે મોટા કાર્યો કરશે.

સાઉથ કેરોલાઈનામાં ઉછરેલા અને ત્યાં છેલ્લા ત્રણ દસકાથી પોતાના માતા-પિતા સાથે રહેતા ડો. અનિલ યલ્લાપ્રગડાએ જણાવ્યું હતું કે, “ તેઓ એક અસાધારણ અને વિશેષ વ્યક્તિ છે. હું માનું છું કે, સાઉથ કેરોલાઈનાએ તેમની પર્યાવરણ બાબતોની સફળતા માટે ઘણું કરવાનું છે. તેઓ “ખૂબ જ પ્રતિભાશાળી અને મૂલ્યવાન નેતા” છે.

હેલી દેશને નવી કક્ષાએ લઇ જશે અને લોકોમાં એકતા લાવશે. ઇન્ડિયન અમેરિકન સમુદાયને તેમના પર ગર્વ છે. તેઓ એક મહાન વ્યક્તિ છે. દેશ ચલાવવા માટે અમે શ્રેષ્ઠ વ્યક્તિ ઇચ્છીએ છીએ. દેશના પ્રેસિડેન્ટ બનવા માટે બહુ જ ઓછા લોકો તૈયાર થયા છે, જેમાંથી તેઓ એક છે.” ડો. યલ્લાપ્રગડા હેલીનાં પ્રેસિડેન્શિયલ કેમ્પેઇનમાં ભારતીયોના નાના ગ્રુપમાં સામેલ થયા હતા. તેઓ તેમના હોમટાઉન ચાર્લ્સટનમાં રહે છે અને ન્યૂરો હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે તથા બોર્ડ સર્ટિફાઇડ વાસક્યુલર ન્યૂરોલોજીસ્ટ છે.

નિક્કી હેલીના પરિવારને છેલ્લા ત્રણ દસકા કરતા વધુ સમયથી ઓળખનાર સાઉથ કેરોલિનાના અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિ અને હવે નિવૃત્ત જીવન માણતા કરતાર સિંઘે જણાવ્યું હતું કે, “તેમણે ગવર્નર અને યુએનમાં યુએસ એમ્બેસેડર તરીકે કામ કર્યું હોવાથી તેઓ દેશનાં પ્રેસિડેન્ટ બનવાની તમામ લાયકાતો ધરાવે છે. તેઓ મહેનતુ, ખૂબ જ બુદ્ધિશાળી, બોલવામાં ગંભીર છે. તેઓ બીજા રાજકારણીઓની જેવા નથી. મને લાગે છે કે, તેમની પાસે પ્રાયમરીઝમાં ઘણી સારી તકો હતી. તેઓ રૂઢિચુસ્ત છે. તેઓ ખૂબ યોગ્યતા ધરાવે છે. તેઓ સ્પષ્ટવક્તા છે અને કોઇનાથી ડરતા નથી. જો કોઇ બાબત સાચી હશે તો તેને વળગી રહેશે.” તેમણે ચાર્લસ્ટનમાં ચર્ચમાં સામૂહિક ગોળીબાર પછી ગવર્નર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ધ્વજ હટાવવાના હેલીના નિર્ણયનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “તેઓ હિંમતભર્યા નિર્ણયો લઈ શકે છે. તેમણે ગવર્નર તરીકે ખૂબ સારું કામ કર્યું, ઘણા બધા ઉદ્યોગોને ફરીથી જીવિત કર્યા છે અને સાઉથ કેરોલાઈનામાં નવા શરૂ કર્યા છે.”

શીખ કાઉન્સિલ ઓન રીલિજિયન એન્ડ એજ્યુકેશનના ચેરમેન અને નેશનલ સિખ કેમ્પેઈનના વરિષ્ઠ સલાહકાર ડો. રાજવંત સિંઘે કહ્યું હતું કે, અમેરિકામાં અશ્વેત લોકો માટે આ ગર્વની ક્ષણ છે કે સિખ સમુદાયના પ્રથમ પેઢીના અમેરિકન દેશના ટોચના પદ પર પહોંચવાની ઈચ્છા રાખે છે.“ભલે તમે તેમની નીતિઓ અને તેના રાજકીય વિચારો સાથે અસંમત હોવ, પરંતુ તેમની કારકિર્દી નોંધપાત્ર છે. તેમનાં પિતા સિખ છે અને પાઘડી પહેરે છે, જે ગર્વની બાબત છે અને નિક્કી હેલીએ સાઉથ કેરોલાઈનાના ગવર્નર તરીકે ચૂંટાઈને શપથ ગ્રહણ કર્યા ત્યારે તેમના પિતા ત્યાં હાજર હતા.”
સિંઘના જણાવ્યા પ્રમાણે, હેલીની આ સ્પર્ધા અમેરિકનોને સિખ ઓળખ અને પાઘડી અંગે સંવેદનશીલ બનાવવામાં પણ મદદ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હજુ પણ મોટાભાગના અમેરિકનો સિખ અને સિખ ઓળખ વિશે ખોટી માન્યતા ધરાવે છે. તેથી આ એક સારી તક છે કે તેમનું રાજકીય કેમ્પેઇન વધારાના લાભ તરીકે અમેરિકામાં સિખ સમુદાય અંગે માહિતગાર કરવામાં મદદ કરશે.”

LEAVE A REPLY

fourteen + 18 =