બ્રિટિશ ભારતીય ઉદ્યોગપતિ નિશ કાંકીવાલાને કંપનીની નફાકારકતા વધારવા માટે જ્હોન લુઇસ પાર્ટનરશિપના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 2021થી જ્હોન લુઇસના બોર્ડ પર છે અને 27 માર્ચથી તેમની નવી ભૂમિકા નિભાવશે. 2021માં, ઇસ્ટર્ન આઇ દ્વારા હોસ્ટ કરાયેલા એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં કાંકીવાલાને CEO ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

કર્મચારીઓની માલિકીના રિટેલર કંપની જ્હોન લુઇસ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ અને વેઇટરોઝ સુપરમાર્કેટનું સંચાલન કરે છે. તાજેતરના વર્ષોમાં તેની ઑનલાઇન હાજરી, વધેલી સ્પર્ધા અને આર્થિક અનિશ્ચિતતા સાથે સંકળાયેલા ખર્ચને કારણે કંપનીએ નાણાકીય પડકારોનો સામનો કરવો પડ્યો છે.

ચેરમેન શેરોન વ્હાઇટ કંપનીની કામગીરીની દેખરેખ રાખવાનું ચાલુ રાખશે અને તેના ભાગીદારી મોડલને સાચવીને મુખ્ય વ્યવસાયિક નિર્ણયો લેશે. જ્યારે કાંકીવાલા રોજિંદા ધોરણે કંપનીના પ્રદર્શન અને નાણાકીય પરિણામોને સુધારવા માટે પરિવર્તનો લાવવા તેમના વ્યાપક અનુભવનો લાભ લેશે. 2022 ના પ્રથમ છ મહિના માટે £92 મિલિયનની ખોટ કરી હતી.

2014માં બેકિંગ કંપની હોવિસમાં જોડાયેલા કાંકીવાલા ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ પદે પહોંચ્યા હતા. તેમણે બર્ગર કિંગના આંતરરાષ્ટ્રીય બિઝનેસના પ્રમુખ તરીકે અને પેપ્સિકોમાં યુરોપ અને આફ્રિકામાં સોફ્ટ ડ્રિંક્સ બિઝનેસના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.

ભારતના સુરતમાં જન્મેલા અને લંડનમાં ઉછરેલા કાંકીવાલા કેમિકલ એન્જિનિયર તરીકે સ્નાતક થયા હતા. તેમણે યુનિલિવરમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

LEAVE A REPLY

eleven + eight =