જેનાં મૂળ ભારતમાં છે તે હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મો માને છે કે ભગવાન તરફના તમામ માર્ગો માન્ય છે અને સદીઓથી આ ઉત્કૃષ્ટ માન્યતાએ હિંસા અને ઝઘડાને ટાળવામાં મદદ કરી છે. હિન્દુ ધર્મમાં હજારો સંપ્રદાયો છે પણ તેમની વચ્ચે હિંસા નથી. જૈનો પાસે ‘આનેકાંતવાદ’ છે, જેનો અર્થ છે કે સત્યને જુદા જુદા માર્ગોથી પ્રાપ્ત કરી શકાય છે. આવી જ રીતે બૌદ્ધ ધર્મ અંધ માણસ હાથીના અંગોને સ્પર્શ કરી તેનું વર્ણન કરે છે અને પોતાની રીતે તેના વર્ણનમાં સાચો છે એમ જણાવે છે. નાસ્તિકોને પણ હિંદુ ધર્મગ્રંથોમાં સ્થાન આપવામાં આવ્યું છે!

પારસી તરીકે ઓળખાતા ઝોરોસ્ટ્રિયનો સદીઓથી ભારતમાં ખુશીથી રહે છે અને બહુમતી હિંદુઓ સાથે ઘર્ષણની એક પણ ઘટના બની નથી. જેની સામે પારસીઓએ ઘણા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ભારતને વિશાળ નકશા પર મૂક્યું છે. યહૂદીઓને પણ ભારતમાં સદીઓથી કોઇ તકલીફ થઇ નથી. શીખોએ સતામણીનો સામનો કરી રહેલા અન્ય ધર્મોનો બચાવ કર્યો છે. ભારતમાં મહાત્મા ગાંધી અને અન્ય ઘણા લોકોએ લાંબા સમયથી સ્થાપિત હિન્દુ ધર્મની કેટલીક જૂની અને ભ્રષ્ટ પ્રથાઓનો સામનો કર્યો હતો. હિંદુ ધર્મએ માન્ય ટીકાને આવકારી છે. નવા વિચારો ભારતીય ધર્મોના લોકોને ડરાવતા કે દબાવતા નથી.

વિચાર અને અભિવ્યક્તિની આ સ્વતંત્રતાને કારણે જ ભારતમાં લોકશાહી ખીલી રહી છે. નવા સ્વતંત્ર ભારતમાં પશ્ચિમી લોકશાહી અપનાવાઇ તે પહેલાં, ‘પંચાયત વ્યવસ્થા’ તરીકે ઓળખાતી એક સુસ્થાપિત લોકશાહી પ્રણાલી હતી.

છેલ્લા 75 વર્ષોમાં સફળ ચૂંટણીઓ યોજીને એક અબજથી વધુ વસ્તી અને વિશાળ વિવિધતા ધરાવતા આ વિશાળ દેશે બતાવ્યું છે કે લોકશાહીનો વિકાસ શક્ય છે અને લોકોને સરમુખત્યારશાહી શાસન દ્વારા કચડી નાખવાની જરૂર નથી. કમનસીબે ભારતમાં ભાગ્યે જ સકારાત્મક કવરેજ મળે છે અને ભારતીયો પોતે (NRI’s પણ!) બાબતોને નકારાત્મક માનસિકતામાં જોવાની વૃત્તિ ધરાવે છે. કદાચ જબરજસ્ત અવરોધો સામે ભારતની અપાર સિદ્ધિઓને સ્વીકારવાનો સમય આવી ગયો છે.

નીતિન મહેતા, MBE