ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાંથી રવિવારે રજા આપવામાં આવી હતી. નીતિન પટેલ 24 એપ્રિલના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા અને 15 દિવસથી સારવાર ચાલતી હતી. હાલમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.

ઉલ્લેખનિય છે કે, કોરોનાની બીજી લહેરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત 7 કેબિનેટ, ત્રણ રાજ્ય કક્ષાના પ્રધાનો સહિત 24થી વધુ ધારાસભ્યોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. અત્યાર સુધીમાં અધિક મુખ્ય સચિવ સહિત આઠથી વધુ આઈએસ ઓફિસરો પણ કોવિડ પોઝિટીવ આવી ચૂક્યા છે.