ટ્રાવેલ ઉદ્યોગના નેતાઓએ વિદેશી પ્રવાસ અંગેના નવીનતમ અપડેટમાં “સ્પષ્ટતા”ના અભાવ પર હતાશા વ્યક્ત કરી હતી. બિઝનેસ ટ્રાવેલ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ક્લાઇવ રેટેને “આંતરરાષ્ટ્રીય મુસાફરી અને વેપારનો સ્પષ્ટ માર્ગ” રજૂ કરવા સરકારને જણાવતાં ઉમેર્યું હતું કે તેના અભાવે બિઝનેસ ટ્રાવેલ ઉદ્યોગ આજે અપંગ બની રહ્યો છે.

એરપોર્ટ ઑપરેટર્સ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ કરેન ડીએ જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં નોંધપાત્ર અવરોધો સૂચવે છે કે 17 મેથી વિદેશ પ્રવાસનો પ્રારંભ થવાની તારીખ આગળ વધી શકે છે.” જ્યારે એરલાઇન્સ યુકેના ટિમ એલ્ડરસ્લેડે જણાવ્યું હતું કે ‘’જેની અમે રાહ જોઇ રહ્યા છીએ તે અંગે તે સ્પષ્ટતા પૂરી પાડતું નથી.”