North Korea fired missiles from Japan
REUTERS/Kim Hong-Ji

નોર્થ કોરિયાએ મંગળવારે પાંચ વર્ષમાં પ્રથમ વખત જાપાનના આકાશ પરથી મિસાઇલો છોડી હતી. તેનાથી નોર્થ કોરિયાના ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે વૈશ્વિક તંગદિલીમાં વધારો થયો હતો અને ટોકિયોએ જાહેર સેફ્ટી વોર્નિંગ જારી કરી હતી.

જાપાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે નોર્થ કોરિયાએ આજે મધ્યમ અંતરની બાલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું જે જાપાન પરથી પસાર થઈને પ્રશાંત મહાસાગરમાં પડી હતી. જાપાનના અધિકારીઓએ આજુબાજુની ઈમારતો ખાલી કરવા માટે પૂર્વોત્તર વિસ્તારના લોકો માટે એલર્ટ જારી કર્યું હતું. વોર્નિંગ માટે સાયરન વાગવાની સાથે જ લોકો સુરક્ષિત સ્થળે સંતાવા માટે નાસભાગ કરવા લાગ્યા હતા. ઉત્તર કોરિયાએ ક્ષેત્રમાં અમેરિકી સહયોગીઓને ટાર્ગેટ કરવા માટે હથિયારોનું પરીક્ષણ તેજ કર્યું હોવાનું માનવામાં આવે છે.

મિસાઇલ પરીક્ષણને કારણે જાપાનના હોક્કાઈદો અને આઓમોરી ક્ષેત્રમાં થોડા સમય માટે ટ્રેન સેવાઓ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન ફુમિયો કિશિદાએ મિસાઈલ પરીક્ષણની ટીકા કરી હતી

મિસાઈલ 22 મિનિટ સુધી હવામાં રહ્યા બાદ દેશના વિશેષ આર્થિક ક્ષેત્ર બહાર દરિયામાં ખાબકી હતી. ઉત્તર કોરિયાએ છેલ્લા 10 દિવસોમાં 5મી વખત પરીક્ષણ કર્યું હતું. તે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ અને ગત સપ્તાહે જાપાન સાથે સંકળાયેલા સહયોગીઓ સાથે અન્ય પ્રશિક્ષણની જવાબી કાર્યવાહી હોવાનું જણાઈ રહ્યું છે.

LEAVE A REPLY

11 − eight =