તસવીર સૌજન્સ: સૂર્યકાન્ત જાદવા

નોર્થ વેસ્ટ લંડનના નોર્થોલ્ટ ખાતે વસતા ગુજરાતી સમુદાયના પરિવારો દ્વારા 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂથના સૌથી વડિલ સદસ્ય દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સૌએ રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતો ગાયા હતા અને લાડુ તથા મીઠાઈનું વિતરણ કરાયું હતું.