નોટટિંગહામ હિન્દુ મંદિરમાં  રવિવાર ૭ ઑગસ્ટના રોજ સિદ્ધાશ્રમના સંસ્થાપક શ્રી રાજરાજેશ્વર ગુરુજી  અને ગોલોકધન -વૃંદાવનના ધર્મરક્ષક સ્વામી ગોપાલ શરણ દેવાચાર્યના વરદહસ્તે શિવલિંગની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.  આ મંદિરના શિવલિંગનું નામ શ્રી ઉમા નયનેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું.  આ ઉત્સવ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ હરિદ્વારના દિનેશ પટેલ દ્વારા શિવપુરાણની કથાનો રસલાભ અપાયો હતો. મંદિરના પ્રમુખ શ્રી રાજેશજી , વિણાજી અને પાયલજીએ આ માટે જહેમત લીધી હતી.